PM મોદીના મોટા ભાઇને અકસ્માત નડ્યો, પરિવાર સાથે બાંદીપુર જઇ રહ્યા હતા

PC: gujaratijagran.com

કર્ણાટકના મૈસુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઇ પ્રહલાદ મોદીની ગાડીને અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટના મૈસુર તાલુકાના કડાકોલા પાસે બનાવ બન્યો હોવાની જાણકારી મળે છે છે.

પ્રહલાદ મોદી તેમની કાર મારફતે બેંગલોરથી બાંદીપુર જઇ રહ્યા હતા. તેમની કારમાં પ્રહલાદ મોદીના દિકરા, તેમની વહુ અને તેમનો પૌત્ર સવારી કરી રહ્યા હતા. આ એક્સિડન્ટમાં પ્રહલાદ મોદી, તેમના પૌત્ર અને તેમની પુત્રવધુને ઇજા પહોંચી છે, તેમના પુત્ર અને ડ્રાઇવરને ખાસ ઇજાઓ નથી પહોંચી.

પ્રહલાદ મોદીના દિકરી સોનલ મોદીએ એક મીડિયા ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે, અમારી બે ગાડીઓને મૈસુર નજીક અકસ્માત નડ્યો છે. કોઇને પણ કોઇ પ્રકારની ગંભીર ઇજા પહોંચી નથી. હાલ ત્રણેય લોકો સારવાર હેઠળ છે. મારા ભાઇને આંખ પાસે ઇજા પહોંચી છે અને ભાભીને આંખ અને દાઢી પાસે ઇજા પહોંચી છે. મારા પિતા પ્રહલાદ મોદી પણ સામાન્ય સ્થિતિમાં જ છે.

શું કરે છે પ્રહલાદ મોદી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદી ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ અને કેરોસિન લાઇસન્સ હોલ્ડર એસોસિએશનના અઘ્યક્ષ છે. થોડા સમય અગાઉ મધ્યપ્રદેશમાં બૈતુલ જિલ્લામાં એક સામાજિક કાર્યક્રમમાં શામેલ રહેલા પ્રહલાદ મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ગુજરાતમાં મફતની લાલચ આપનારા લોકો આવે છે અને જતા રહે છે. ગુજરાતની જનતાએ લોકોને જણાવ્યું કે, ગુજરાત લેનારું નથી પણ આપનારું છે, એટલે આજે ગુજરાતમાં જે પણ પરિણામો આવ્યા છે તે તો લોકા જાણે જ છે.

તેમણે આગળ કહ્યું હતું કે, વર્ષ 2024માં પણ ભારતીય જનતા પાર્ટી જ ફરી સત્તામાં આવશે અને નરેન્દ્ર મોદી જ ફરી વડાપ્રધાન બનશે. પત્રકારોએ તેમને પુછ્યું કે, મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત મોડલ અનુસરવામાં આવશે, તેના જવામાં તેમણે કહ્યું કે, એ તો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જ કહી શકે. અમે તો સામાન્ય લોકો છીએ.

ગુજરાતની જનતા સમજી વિચારીને મત આપે છે. ગુજરાત અને મધ્યપ્રદેશની પરિસ્થિતિ અને મુદ્દાઓ સરખા નથી. મધ્યપ્રદેશમાં મતદાનની વિચારધારા એકદમ અલગ છે, તે મારા કરતા વધારે પત્રકારો સારી રીતે જાણી શકે. આ પહેલા તેમને એક વખત પુછવામાં આવ્યું હતું કે, તેઓ મોદી સરકારને કેટલો સ્કોર આપશે, તો તેમણે જવાબ આપ્યો હતો કે, હું સરકારને 10માંથી 10થી પણ વધારે સ્કોર આપીશ. તેમની સરકારે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp