SDMને વૃદ્ધ દંપતીએ કહ્યું- સાહેબ! અમારા દીકરા અમને જાનથી મારવાની ધમકી આપે છે...

PC: news18.com

ઉત્તર પ્રદેશના ઇટાવાથી દર્દભરી કહાની સામે આવી છે. અહીં બે સંપન્ન દીકરાઓએ પોતાના વૃદ્ધ માતા-પિતાને ઘરબારમાંથી બેદખલ કરી દીધા છે. તેમની સંપત્તિ પર કબજો કરી લીધો છે. હવે બંને ખાવા-પીવા અને દાણા દાણાના મોહતાજ છે. વૃદ્ધ દંપત્તિએ પ્રશાસનના દરબારમાં ન્યાયની માગ કરતા દસ્તક દીધી છે. વૃદ્ધ દંપત્તિનો દર્દ અધિકારીઓ સામે છલકાઈ પડ્યો. બંને દુકાન અને ઘર પર કબજાની ફરિયાદ લઈને અધિકારીઓ સામે ઉપસ્થિત થયા. ત્યારબાદ SDMએ દીકરાઓને નોટિસ જાહેર કરીને જવાબ માગ્યો છે.

આખી ઘટના જશવંતનગર વિસ્તારની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સમાધાન દિવસના અવસર પર જશવંતનગરમાં એક વૃદ્ધ દંપતી પોતાના પુત્રોની ફરિયાદ લઈને અધિકારીઓ સમક્ષ રજૂ થયું હતું અને પોતાના પુત્રો દ્વારા કરવામાં આવી રહેલા અત્યાચારોથી અવગત કરાવ્યા. બાળકોના પાલન-પોષણમાં માતા-પિતા પોતાની ખુશીઓ કુરબાન કરી દે છે, પરંતુ હવે એ જ દીકરો મોટો થઈને વૃદ્ધાવસ્થાનો સહારો બનવાની જગ્યાએ બેઈજ્જતી કરે છે તો દિલ દુઃખે છે.

વૃદ્ધ દંપત્તિએ કહ્યું કે, સાહેબ મારા દીકરા મને જીવથી મારી નાખવાની ધમકી આપે છે. ભોજનના નામ પર દીકરા ગાળાગાળી કરે છેઃ. અમને ન્યાય અપાવી દો. ધ્રૂજતા અવાજે વૃદ્ધ દંપતી પોલીસ સ્ટેશન સમાધાન દિવસના અવસર પર SDM પાસે મદદ માગવા પહોંચ્યું હતું. પોલીસ સ્ટેશન સમાધાન દિવસના અવસર પર SDMની અધ્યક્ષતામાં 75 વર્ષીય વૃદ્ધ મહિલા સરોજ ગુપ્તાએ પોતાના 80 વર્ષીય પતિ શાંતિ સ્વરૂપ ગુપ્તા સાથે રોકકળ કરતા વિનંતી કરવા પહોંચી. તેણે પોતાના 2 દીકરાઓ વિરુદ્ધ ભારણ-પોષણ ન કરવાનો આરોપ લગાવતા ન્યાય અપાવવાની માગ કરી. પીડિત દંપતીએ જણાવ્યું કે, તેના 3 દીકરા અને એક દીકરી છે.

તેના એક દીકરાએ પોતાનો સમાન લઈને ઘર ત્યજી દીધું છે. પુત્રીના લગન થઈ ચૂક્યા છે. મારા બે દીકરા સંપતિપ ગુપ્ત અને શૈલેન્દ્ર ગુપ્તા મારી સાથે ગાળાગાળી કરે છે. બંને દીકરા અમને પોતાની સાથે રાખવા માગતા નથી. બીમાર રહેવા પર સારવાર પણ કરાવતા નથી અને મોટા ભાગે અમને લોકોને પરેશાન કરતા રહે છે. બોલે છે કે દુકાન અને મકાનની વહેચની કરીને અમને બંનેને આપો ત્યારે જ અમે તમને ખાવાનું ખવડાવીશું. સાહેબ અમને ન્યાય અપાવો.

SDM કોશલ કુમારે જણાવ્યું કે, દંપતીએ પોતાના 2 દીકરાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમને નોટિસ આપીને માતા-પિતાનું ભરણ-પોષણ કરવાના નિર્દેશ આપવામાં આવશે. તેમ પુત્રો ઉપર ભરણ-પોષણ ન કરવાની કાયદાકીય પ્રક્રિયા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે. વૃદ્ધ વ્યક્તિઓની દેખરેખ અને સુરક્ષાના ઉદ્દેશ્યથી માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ-પોષણ અધિનિયમ 2007 બનાવવામાં આવ્યો છે. કોઈ આપણ વરિષ્ઠ નાગરિક, જેની ઉંમર 60 વર્ષ કે તેનાથી વધુ છે તેમાં એ માતા-પિતા પણ આવે છે જે પોતે કામવામાં અસમર્થ છે, તેઓ પોતાના પુખ્ત દીકરા, દીકરી, પૌત્ર પાસેથી ભારણ પોષણ ખર્ચ મેળવવાની પાત્રતા રાખે છે.

તેમણે કહ્યું કે, તેના માટે વરિષ્ઠ નાગરિક પોતાના ક્ષેત્રના SDM કાર્યાલયમાં અરજી કરી શકે છે. મહત્તમ 10 હજાર રૂપિયા દર મહિને ભરણ-પોષણ ખર્ચ આપવી શકાય છે, વરિષ્ઠ નાગરિકો માટે વિધિક સેવા યોજના 2016 શરૂ કરવામાં આવી છે. આ યોજનાનું ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકોના પ્રત્યેક પ્રવધાનોના લાભ પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવવા, સરકારી યોજનાઓ અને કાર્યક્રમો સુધી પહોંચી સુનિશ્ચિત કરવું અને પોલીસ, સ્વાસ્થ્ય દેખરેખ ઓથોરિટીઓ અને જિલ્લા પ્રશાસન વગેરે સાથે સહયોગ કરીને તાત્કાલિક સ્વાસ્થ્ય સુવિધાઓ અને શારીરિક અને સામાજિક સુરક્ષા ઉપાય કરવા માટે રીત શોધવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp