મુખ્ય ચૂંટણી કમિશ્નરે કેમ કહ્યું કે- ચૂંટણી પંચ દર વખતે અગ્નિ પરીક્ષા આપે છે

PC: indianexpress.com

ચૂંટણી પંચ પર હંમેશા એવા આરોપો લાગતા રહે છે કે પંચ નિષ્પક્ષતાથી ચૂંટણી કરાવી શકતું નથી. આ વિશે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કર્ણાટકમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાત કરી છે.

ભારતની ચીફ ઇલેકશન કમિશ્નર રાજીવ કુમારે કહ્યું કે, ભારતના ચૂંટણી પંચે દરેક ચૂંટણી પછી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ 400 વિધાનસભા ચૂંટણી,17 સંસદીય, 16 રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરાવ્યા પછી પણ દરેક વખતે અગ્નિ પરીક્ષા આપે છે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર કર્ણાટકમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા બાબતે એક પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી રહ્યા હતા. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે ચૂંટણી પંચે દરેક વખતે અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે.

રાજીવ કુમારે કહ્યું, છેલ્લા 70 વર્ષોમાં, ભારતે તેના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, ભૌગોલિક, આર્થિક, ભાષાકીય મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે અને સંવાદ દ્વારા સ્થિર કર્યા છે કારણ કે મુખ્યત્વે સ્થાપિત લોકશાહી છે. આ શક્ય છે કારણ કે લોકો ચૂંટણીના પરિણામો પર વિશ્વાસ કરે છે. તેમ છતાં ચૂંટણી પંચ દરેક ચૂંટણી પછી અગ્નિપરીક્ષા આપે છે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચની તૈયારીઓની જાણકારી મેળવવા માટે બેંગલુરુ ગયા હતા. પોતાની મુલાકાત દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે આવનારી ચૂંટણીમાં 80 વર્ષથી ઉપરની લોકો અને દિવ્યાંગજન ઘરેથી જ પોતાનો મત આપી શકશે. રાજીવ કુમારે કહ્યું કે, આવા મતદારો વોટ ફ્રોમ હોમ કરી શકે તેના માટે એક 12 D ફોર્મ આપવામાં આવશે.

રાજીવ કુમારે કહ્યું, પ્રથમ વખત, અમે કર્ણાટકમાં તમામ 80 પ્લસ અને પર્સન વિથ ડિસેબિલિટી (PwD) મતદારોને સુવિધા આપવા જઈ રહ્યા છીએ. જો તેઓ ઈચ્છે તો તેમના ઘરેથી પણ મતદાન કરી શકે છે. ત્યાં એક ફોર્મ 12D છે જે સૂચનાના પાંચ દિવસની અંદર ઉપલબ્ધ થશે, કોઈપણ 80 પ્લસ અથવા PWD મતદાર કે જેઓ ઘરેથી મતદાન કરવા માંગે છે તેમની સુવિધા આપી શકાય.

રાજીવ કુમારે કહ્યું છે કે કર્ણાટક વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થશે અને તે પહેલા ચૂંટણી યોજાશે. ચૂંટણીની જાહેરાત પહેલા ચૂંટણી પંચ પર નિષ્પક્ષ ન હોવાનો આરોપ લાગતા રહે છે. એવું કહેવામાં આવે છે કે ચૂંટણી પંચ સત્તાધારી પક્ષના ઈશારે કામ કરે છે. આ આરોપો પર ચૂંટણી પંચે સ્પષ્ટતા રજૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp