આને કહેવાય સપૂત, માતાના કહેવા પર દીકરાએ શાળા માટે 11 કઠ્ઠા જમીન દાન કરી દીધી

PC: news18.com

એક તરફ જમીનના એક ટુકડાં માટે લોકો મરવા મારવા પર આવી જતા હોય છે, તો એક તરફ થોડી જમીન માટે લોકો  મરવા મારવા આતુર થઇ જતા હોય છે, તો બીજી તરફ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને લીધે એમ માની શકાય કે માનવતા હજુ સાવ મરી પરવારી નથી. એક સાવ સામાન્ય ખેડુતે શાળા બનાવવા માટે પોતાની 11 કઠ્ઠા જમીન દાનમાં આપી દીધી છે, જેની કિંમત છે 8 લાખ રૂપિયા. ભાગલપુર જિલ્લાના બિહપુર બ્લોકના કહારપુર ગામના ખેડૂત સુબોધ યાદવે એક ઉદાહરણ રજૂ કર્યું છે. જણાવી દઈએ કે વર્ષ 2020માં કોસી નદીનું જળસ્તર વધવાને કારણે ખેડૂત સુબોધ યાદવના ગામમાં ધોવાણ થયું હતું. જેમાં ગામની સરકારી શાળા સ્કુલમાં સમાઇ ગઇ હતી. એ પછી પોતાની માતાના કહેવાથી સુબોધ યાદવે 11 કઠ્ઠા જમીન બિહાર સરકારને આપી દીધી છે, જેથી ગામમાં સ્કુલ બનાવી શકાય.

સુબોધ યાદવની વાત કરતા પહેલા કઠ્ઠા એટલે શું તે સમજી લઇએ. કઠ્ઠા એટલે જમીન માપણીનું એક માપ છે, જે દરેક જગ્યાએ જુદુ જુદુ હોય છે. બિહારની વાત કરીએ તો 1 કઠ્ઠા એટલે 1361 સ્કેવર ફુટ થાય છે. એ રીતે જોઇએ તો સુબોધ યાદવે 11 કઠ્ઠા જમીન દાનમાં આપી મતલબ કે તેણે 14971 સ્કેવર ફુટ જમીન આપી છે.

બિહપુર બ્લોકનું કહારપુર ગામ જિલ્લા મુખ્યાલય ભાગલપુરથી લગભગ 45 કિલોમીટર દૂર છે. આ ગામ ધોવાણગ્રસ્ત વિસ્તારમાં આવે છે. શાળા નદીમાં સમાઇ જવાને કારણે સરકારી અધિકારીઓ શાળાના નિર્માણ માટે નવી જમીન શોધી રહ્યા હતા. તેમને જમીન મળી નહોતી. નિરાશ થઈને વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બીજા ગામ જઇને અભ્યાસ કરવા જવાની ફરજ પડી રહી હતી.

આ વચ્ચે સુબોધની માતા ચંડિકા દેવીને આ વાતની જાણકારી મળી. તેમણે પોતાના પુત્ર સુબોધને જમીનની શોધમાં આવેલા અધિકારીઓને જમીન દાનમાં આપી દેવાની વાત કહી હતી. એ પછી દસ્તાવેજી પ્રક્રિયા પુરી કરવામાં આવી અને સરકારને જમીન દાનમાં આપી દેવામાં આવી.

સુબોધ યાદવનું કહેવું છે કે ગામનવા બાળકોને ભણવા માટે બીજા ગામ જવું પડતું હતું. હવે નવી શાળા બનીને તૈયાર થઇ જશે તો બાળકો પોતાના જ ગામની શાળામાં  ભણી શકશે. તેમને હવે કોઇ મુશ્કેલી નહીં પડે. યાદવે કહ્યું કે ચોમાસાની સિઝનમાં તેમણે હવે બીજા ગામ ભણવા નહીં જવું પડશે. સુબોધ યાદવે જે જમીન દાનમાં આપી છે તેની કિંમત 8 લાખ રૂપિયા છે. ભલે કદાચ તમને રકમ નાની લાગતી હોય, પરંતુ એક ગરીબ ખેડુત માટે આ મોટી વાત છે.

DEO સંજય કુમારે જણાવ્યું કે જમીનદાતાના નામથી જ શાળાનું નામ રહેશે. સુબોધ યાદવે આગ્રહ કર્યો હતો કે શાળાનું નામ તેની માતા ચંડિકા દેવીના નામ પરથી રાખવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp