સસરાએ પુત્રવધૂ પર કર્યો બળાત્કાર,પત્નીએ વાત પતિને કહી તો કહ્યું- હવે તું મારી મા

PC: up.punjabkesari.in

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. એક સસરાએ તેની ગર્ભવતી પુત્રવધૂ પર બળાત્કાર કર્યો અને તેને ધમકી આપીને ભાગી ગયો. પીડિતાએ સાંજે ઘરે પરત ફરેલા તેના પતિને તેની પર વીતેલી ઘટના વિષે કહ્યું, પરંતુ મદદ કરવાને બદલે પતિએ પત્નીને માર મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી અને કહ્યું હતું કે, હવે પિતાએ તારી સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યા છે, તેથી હવે હું તને મારી સાથે નહીં રાખી શકું. કારણ કે હવે તું મારા પિતાની પત્ની બની ગઈ છે.

હકીકતમાં, કકરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતા શફીક (નામ બદલ્યું છે)ની પુત્રી આફરીન (નામ બદલ્યું છે)ના લગ્ન મીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં 19 ઓગસ્ટ 2022ના રોજ થયા હતા. આરોપ છે કે લગ્ન થયા ત્યારથી જ સસરા શમીમ (નામ બદલેલ છે) તેની પુત્રવધૂ પર ખરાબ નજર રાખતો હતો. 5 જુલાઈ, 2023ના રોજ, પીડિતાના સસરાએ તેની પુત્રવધૂ પર બળજબરીથી હુમલો કર્યો અને બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિતાના જણાવ્યા અનુસાર, સસરાએ બળાત્કાર કરવાના હેતુથી પીડિતાને પોતાના હાથથી પકડીને તેને પલંગ પર પાડી દીધી. તેના કપડાં ફાડી નાખ્યા. પીડિતા ચીસો ન પાડે તે માટે તેના મોઢામાં કપડું ઠુંસી દીધું હતું. આરોપ છે કે, બળાત્કાર કર્યા પછી સસરાએ પીડિતાને માર પણ માર્યો હતો અને આ બનાવ અંગે કોઈને પણ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

પીડિતાનો પતિ જાવેદ (નામ બદલેલ છે) તેની માતા અલ્ફિયા (નામ બદલેલ છે)ને હકીમને ત્યાં ઈલાજ માટે લઈ ગયો હતો ત્યારે શમીમે આ જઘન્ય ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાને અંજામ આપીને બળાત્કારી સસરો ઘર છોડીને ભાગી ગયો હતો.

પીડિત મહિલાનો આરોપ છે કે, જ્યારે તેનો પતિ સાંજે ઘરે આવ્યો ત્યારે તેણે તેની સાથે વીતેલી આખી ઘટનાની માહિતી પતિને જણાવી હતી. પરંતુ પતિએ તેને સાથ આપવાને બદલે તેણે પીડિતાને માર માર્યો હતો. તેમજ 'મારા પિતાએ તારી સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યા છે', હવે હું તને મારી સાથે નહિ રાખી શકું, કારણ કે હવે તું મારા પિતાની પત્ની બની ગઈ છે.' તેમ કહી તેને ઘરની બહાર કાઢી મુકી હતી.

પીડિતા તેના પિયરના ઘરે ગઈ અને ઘણા દિવસો સુધી રાહ જોયા પછી 5 સપ્ટેમ્બર 2023ના રોજ મીરાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ કેસમાં પોલીસે તરત જ આરોપી સસરા અને પતિ વિરુદ્ધ કલમ 376, 323 અને 506 હેઠળ કેસ નોંધ્યો હતો. તેમજ આરોપીઓને પકડવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

જોકે, આ મામલામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, પ્રાથમિક તબક્કામાં ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે. બાકીના કેસમાં આગળની તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp