પિતા સવારે દીકરીને વિદાય આપવા ગયા, સાંજે સાસરેથી લાશ લાવ્યા; મા-ભાઈનું આક્રંદ

PC: aajtak.in

ઉન્નાવ જિલ્લાના સિવિલ લાઇન મોહલ્લામાં રહેતી એક પરિણીત મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. સાસરિયાઓ પર હત્યાનો આરોપ લાગ્યો છે. પોલીસે મૃતકના પરિજનોની ફરિયાદ પર FIR નોંધી છે. પોલીસે જણાવ્યું કે, તપાસમાં જે પણ તથ્યો બહાર આવશે, તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

કોતવાલી વિસ્તારના રામદેઈ ખેડાના રહેવાસી મૃતકના પિતા ઉદયભાન અવસ્થીએ જણાવ્યું કે, શુક્રવારે સવારે 11 વાગ્યે અમે દીકરીને લેવા આવ્યા હતા. પરંતુ સાસરીયાઓએ મોકલી ન હતી. ત્યાર બાદ સાંજે 4 વાગ્યે ફોન કર્યો કે, તમારી દીકરીએ ઝેર પી લીધું છે. અમે ફરી વખત આવ્યા ત્યારે ઘરનો  દરવાજો બંધ હતો. પછી, જેમ તેમ કરીને દરવાજો ખોલીને, હું અને મારા દીકરાએ અમારી દીકરીને લઈને હોસ્પિટલમાં ભરતી કરાવવા માટે દોડી ગયા હતા.

મહિલાના પરિવારનો આરોપ છે કે, સાસરિયાઓ દીકરીને સારવાર માટે પણ લઈ ગયા ન હતા. પિયરિયાઓ તેને બેભાન અવસ્થામાં કબાખેડાના ખાનગી નર્સિંગ હોમમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પુત્રીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. રડી રડીને તેઓની હાલત ખરાબ છે.

બીજી તરફ સદર કોતવાલી પોલીસને પરિણીતાના ઝેરથી મોતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પરિવારજનો પાસેથી ઘટના અંગે માહિતી મેળવી હતી. પોલીસે મૃતકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

મૃતકના પિતાનો આરોપ છે કે, જમાઈ અને સાસુ તેમની દીકરીને નોકરાણીની જેમ રાખતા હતા. તેને તેના પિયરના ઘરે પણ મોકલવામાં આવતી ન હતી. આ પહેલા એકવાર અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે થોડા દિવસો સુધી બધું બરાબર ચાલ્યું હતું, તે પછી તેને ઝેર આપીને મારી નાખવામાં આવી. જમાઈએ ઝેર ખવડાવ્યું હતું. ઘટનાના એક દિવસ પહેલા પુત્રીને માર મારવામાં આવ્યો હતો. અમે FIR નોંધાવી છે. જ્યારે, પોસ્ટમોર્ટમ પછી, તેઓ દીકરીના મૃતદેહને લઈને ઘરે પહોંચ્યા છે.

ઘટનાની માહિતી મળતા ઉન્નાવના CO સીટી આશુતોષ કુમાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. COએ આ બાબતે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ઉન્નાવ સદર કોતવાલી પોલીસે મૃતકના પિતાની  અરજી પર સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

CO સિટીએ કહ્યું કે, મૃતકના પિતાની અરજી પર સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને અન્ય તથ્યોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે પણ તથ્યો બહાર આવશે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp