તંત્રથી હારી પિતાએ કરી આત્મહત્યા, દીકરીની સારવારમાં બધું વેચી નાખ્યું, ખાવા માટે

મધ્યપ્રદેશના સતનામાં એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં પ્રમોદ ગુપ્તા નામના વ્યક્તિએ પોતાની અપંગ પુત્રી અનુષ્કાની સારવાર માટે પોતાનું ઘર, દુકાન અને બધું જ વેચી દીધું. આ પછી તેમણે સરકારી મદદ માટે ઓફિસોના ચક્કર લગાવ્યા. ત્યાં સુધી કે, પરિવારનું ભરણપોષણ કરવા માટે પોતાનું લોહી પણ વેચી દીધું. ત્યારબાદ ક્યાંયથી મદદ ન મળતાં પ્રમોદે તંત્રથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી.

કોલગવાં પોલીસ સ્ટેશન વિસ્તારના ટ્રાન્સપોર્ટ નગરમાં રહેતા 55 વર્ષીય પ્રમોદ ગુપ્તાને ત્રણ બાળકો છે. મોટી દીકરી અનુષ્કા 21 વર્ષની છે. પુત્રની ઉંમર 18 વર્ષ અને પુત્રીની ઉંમર 12 વર્ષની છે. અનુષ્કા પાંચ વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં લકવાગ્રસ્ત થઈ ગઈ હતી. ત્યારથી તે પથારીવશ છે. પ્રમોદે તેની પુત્રીની સારવાર માટે શક્ય તમામ પ્રયાસો કર્યા. ઘર, દુકાન અને દાગીના બધું વેચી નાખ્યું.

પ્રમોદ બીજાને ત્યાં નોકરી કરવા લાગ્યો પુત્રીને સતનાથી લઈને ઈન્દોર સુધી લઈ ગયા અને ઘણા ડોક્ટરોને મળ્યા. સારવારમાં લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ અનુષ્કા પથારીમાંથી ક્યારેય ઉઠી શકી નથી. તેણે 10મા ધોરણમાં બેડ પર સૂઈને અભ્યાસ કર્યો અને 76 ટકા માર્ક્સ મેળવ્યા.

અનુષ્કાને ભણવાનો શોખ છે. દીકરીનીએ અપેક્ષા પણ પિતાએ પૂરી કરી. એક સ્માર્ટ ફોન ખરીદ્યો અને આપ્યો, તેનાથી અભ્યાસ કરીને અનુષ્કાએ 2022માં 10માની પરીક્ષા પાસ કરી. આ માટે અનુષ્કાને હોશિયાર વિદ્યાર્થીનું સન્માન પણ મળ્યું. વર્તમાન કલેક્ટર અનુરાગ વર્માએ અનુષ્કાનું કલેક્ટર કચેરીમાં સન્માન કર્યું હતું, સાથે જ વહીવટીતંત્ર આગળના અભ્યાસમાં મદદ કરશે તેવી ખાતરી આપી હતી. સરકારી યોજનાઓનો લાભ પણ અનુષ્કાના પરિવારને આપવામાં આવશે.

વહીવટીતંત્ર તરફથી સહાનુભૂતિ મળ્યા બાદ અનુષ્કાના પિતા પ્રમોદે BPL કાર્ડ સહિતની વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે સંયુક્ત કલેક્ટર કચેરીની વિવિધ કચેરીઓની મુલાકાત શરૂ કરી હતી, પરંતુ વચનો વાયદા જ રહ્યા હતા. પ્રમોદ પર લાખોનું દેવું થઇ ગયું હતું. તેમનો પરિવાર બે ટાઈમના જમવા માટે પણ લાચાર બની ગયો હતો. જ્યારે ગેસ રિફિલ કરવાના પૈસા ન હતા ત્યારે તેણે પોતાનું લોહી વેચીને સિલિન્ડર રિફિલ કરાવ્યું હતું.

પ્રમોદે આખરે સરકારી તંત્ર સામે ઘૂંટણ ટેકવી દીધા અને આપઘાત કર્યો. તેણે જીવનથી હાર માની લીધી. મંગળવારે સવારે 4 વાગે તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે પરત આવ્યા ન હતા. છેલ્લી વાર તેણે તેની પુત્રીને ફોન કર્યો અને એટલું જ કહ્યું કે, હવે તેની હિંમત જવાબ આપી ચુકી છે. આમ કહીને પ્રમોદ ગુપ્તાએ મુખત્યારગંજ રેલવે ફાટક પર ટ્રેનથી કપાઈને જીવનનો અંત આણ્યો હતો. સિવિલ લાઇન પોલીસ સ્ટેશને આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અનુષ્કા ગુપ્તાએ કહ્યું કે 5 વર્ષ પહેલા મારો એક અકસ્માત થયો હતો, જેમાં મારા પિતાએ મારી સારવાર માટે તેમની દુકાન, ઘર અને બધું વેચી દીધું હતું. તે 5 વર્ષથી પરેશાન હતા. રોજ ક્યારેક દૂધવાળો, ક્યારેક કરિયાણા વેચનાર, ક્યારેક હપ્તા લેનારા, ક્યારેક ઉધાર મંગવાવાળા અમારા ઘરે આવતા હતા. આ હતાશાના કારણે પિતાએ આપઘાત કરી લીધો હતો. જો વહીવટીતંત્રે મદદ કરી હોત તો આજે પિતા જીવતા હોત.

DSP હેડક્વાર્ટર ખ્યાતિ મિશ્રાએ જણાવ્યું કે, આત્મહત્યાની માહિતી મળી છે. અમે આ ઘટના અંગે પૂછતાછ કરી છે. જ્યારે પૂછપરછ કરવામાં આવી તો પરિવારના સભ્યોએ જણાવ્યું કે, તેઓ સવારે 4 વાગ્યાની આસપાસ દુકાને જવા માટે ઘરેથી નીકળ્યા હતા. જયારે ફોન કરવા છતાં ફોન ઉપાડ્યો નહિ અને 8 વાગ્યા સુધી કોઈ સમાચાર ન મળતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.