નળનો ચોર...,ઘરનો કિંમતી સામાન છોડીને તમામ નળ ચોરી જાય, આવી ઘટનાથી પોલીસ ચોંકી ગઈ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ શહેરમાંથી ચોરીની એક અજીબ ઘટના સામે આવી છે. અહીં રાજનગરના સેક્ટર-13માં SBI બેંકના નિવૃત AGM રહે છે. તેઓ ઈન્દિરાપુરમમાં રહેતી તેમની પુત્રીના ઘરે થોડા દિવસ રહેવા ગયા હતા. 4 દિવસ પછી જ્યારે તેઓ પોતાના ઘરે પાછા આવ્યા ત્યારે ઘરની અંદરનો નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ શહેરના પોશ વિસ્તારમાં ચોરીનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ચોરોએ ઘરની દીવાલ ઓળંગીને, દરવાજા અને તાળાને તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રાખેલો કિંમતી સામાન ચોરી કરવાને બદલે માત્ર દરેક જગ્યાએ લગાવેલા નળ જ ચોરીને સાથે લઇ ગયા હતા. જ્યારે ચોરીની ફરિયાદ પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. પોલીસે FIR નોંધી લીધી છે અને ચોરોને શોધી રહી છે. બીજી તરફ આવી અજીબ પ્રકારની ચોરીની આ ઘટના હેડલાઇન્સમાં બની રહી છે.
હકીકતમાં, SBI બેંકના નિવૃત્ત AGM S. K. જૈન રાજનગરના સેક્ટર-13માં રહે છે. તેઓ ઈન્દિરાપુરમમાં રહેતી તેમની પુત્રીના ઘરે થોડા દિવસો માટે તેને મળવા ગયા હતા. 4 દિવસ પછી જ્યારે તેઓ પાછા પોતાના ઘરે આવ્યા તો તેમણે જોયું કે, ઘરનો દરવાજો તુટેલો હતો. આ જોયા પછી તેમને ચોરીની શંકા ગઈ હતી. જ્યારે તેઓ ઘરમાં પ્રવેશ્યા તો તેમણે જોયું કે ઘરની અંદર તોડફોડ કરવામાં આવી હતી.
આ પછી, જ્યારે તેમણે જોયું કે નળ સિવાય ઘરની બધી વસ્તુઓ સલામત હતી, ત્યારે તેમને ઘણું આશ્ચર્ય થયું હતું. બાથરૂમ, વોશ બેસિન, શાવર, ગીઝર અને અન્ય જગ્યાના ફક્ત નળ ગાયબ હતા. પીડિત વૃદ્ધે 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમ પણ ઘરની અંદરનો નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
ઘરમાં ઘણી કિંમતી વસ્તુઓ પણ રાખવામાં આવી હતી. પરંતુ, ચોરોએ તેમાંથી એકપણ સામાનને હાથ પણ લગાવ્યો ન હતો. તેઓ તેમની સાથે માત્ર દરેક જગ્યાએ લગાવેલા નળ જ લઈ ગયા.
ચોરીની આ ઘટનાની જાણ ત્યાંના વિસ્તારના લોકોને થતાં તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલમાં, કવિનગર પોલીસે આ મામલામાં પીડિતની ફરિયાદ પર FIR નોંધી છે અને તપાસ શરુ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp