યુવતીએ વીડિયો કોલ કરી કપડા ઉતાર્યા, ગુજરાતના વેપારી પાસેથી 2.7 કરોડ ખંખેરી લીધા

PC: patrika.com

જો તમને તમારા ફોન પર કોઈ અજાણી મહિલાનો કોલ આવે અને તે તમને પોર્ન વીડિયો ચેટ માટે ઓફર કરે તો સાવધાન થઈ જજો. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સેક્સટોર્શન ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી પહેલા અશ્લીલ વિડિયો ચેટ દ્વારા જાણીતા વેપારીઓને ફસાવતી અને પછી બ્લેકમેલ કરીને પૈસા પડાવવા દબાણ કરતી. પોલીસે મેવાત અને ભરતપુરમાંથી ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરી છે. તેમની ઓળખ ખુર્શીદ ખાન (31), રમણ (42), નિવાસી ભરતપુર-રાજસ્થાન, મુરારી (42), મથુરા-UPના રહેવાસી, કાલુરામ (33), નાગૌર-રાજસ્થાન અને અલવરનો રહેવાસી વિક્રમ જાટવ (24) તરીકે કરવામાં આવી છે. તેમની પાસેથી 1.4 લાખ રૂપિયા, એક કાર અને 15 ATM કાર્ડ મળી આવ્યા છે. આરોપી ગેંગે અમદાવાદમાંથી રૂ. 2.7 કરોડ એકત્ર કર્યા હતા. આ ટોળકીએ ગુજરાતના એક વેપારી પાસેથી રૂ. 2.7 કરોડ અને દિલ્હીના અન્ય એક વેપારી પાસેથી રૂ. 5.8 લાખની ઉચાપત કરી હતી.

સ્પેશિયલ CP (ક્રાઈમ) રવિન્દ્ર યાદવે જણાવ્યું કે, બિઝનેસમેન સુનીલ યાદવને વોટ્સએપ પર એક યુવતીનો વીડિયો કોલ આવ્યો, જેમાં તેણે તેના કપડા ઉતાર્યા હતા. વેપારીને પણ કપડાં ઉતારવાનું કહેવા લાગી. થોડા સમય બાદ તેને ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર વિક્રમ રાઠોડના નામે ફોન આવ્યો અને સોશિયલ મીડિયા પર વીડિયો બ્લોક કરવાના નામે પૈસા માંગ્યા. આ પછી યુવતીની આત્મહત્યાનો ડર બતાવીને તેના નામે હત્યાનો કેસ નોંધીને પૈસા વસૂલવામાં આવ્યા હતા. કુલ 5 લાખ 79 હજાર 500 રૂપિયા વસુલ કર્યા હતા.

હવાલદાર મોહિત મલિકે 50થી વધુ ફોન નંબર, 10 બેંક ખાતા અને 50થી વધુ ATMના CCTV ફૂટેજ શોધી કાઢ્યા. આ ગેંગ મેવાત અને ભરતપુરથી ઓપરેટ કરતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ ટીમે ટોળકીના સભ્યોને ઓળખી કાઢ્યા હતા, જેઓ દસ દિવસથી અલગ-અલગ ATMમાંથી પૈસા ઉપાડી રહ્યા હતા. આ પછી પાંચની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આઠમું પાસ રમણ મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું. તેણે ઉચાપત કરેલી રકમથી ખેતીની જમીન અને એક કાર ખરીદી હતી. ખુર્શીદ અને મુરારી ATMમાંથી પૈસા ઉપાડતા હતા. છેતરપિંડીની રકમ માટે વિક્રમ જાટવ અને કાલુરામે તેમના બેંક ખાતા તેમને આપ્યા હતા. તેની ધરપકડથી ચાર કેસ ઉકેલાયાનો દાવો કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp