દીકરીએ મુસ્લિમ સાથે લગ્ન કરતા નારાજ પરિવારે સંબંધ તોડી દીકરીનું પિંડદાન કરી દીધુ
મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં એક પરિવારે પોતાની જીવતી દીકરીનું દાન કરીને આશ્ચર્યચકિત કરી દીધી છે. તેનું કારણ છે આ પરિવારની યુવતીના લવ મેરેજ. પીડિત પરિવારનું કહેવું છે કે, પુત્રીએ તેમની જાણ વગર મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા છે.
દીકરીના આ પગલાથી સમગ્ર પરિવારને ઘેરો આઘાત લાગ્યો છે. હવે અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ અગાઉ આ પરિવારે દીકરીનો શોક સંદેશ છપાવીને વહેંચ્યો હતો. આ કાર્ડમાં પરિવારે 'સુપુત્રી'ને બદલે 'કુપુત્રી' લખાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, અમખેરામાં રહેતા બ્રાહ્મણ પરિવારની અનામિકા દુબેએ અયાઝ નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. દીકરીના આ પગલાથી આખો પરિવાર ખૂબ જ નારાજ થઈ ગયો. રોષે ભરાયેલા સંબંધીઓને પુત્રીના મૃત્યુ માટે શોક સંદેશ છપાવ્યો હતો. જેમાં તેઓએ તેને કુપુત્રી અને નરક નિવાસી ગણાવી હતી. આ સાથે 11 જૂનના રોજ ગ્વારીઘાટ પર તેના પિંડદાન અને પ્રેતભોજનની માહિતી આપવામાં આવી હતી. આ પછી આજે સવારે હિંદુ ધર્મના રિવાજો મુજબ તેનું પિંડદાન કરવામાં આવ્યું હતું.
હકીકતમાં, આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે અનામિકા 2 જૂનના રોજ તેના ઘરવાળાઓને જાણ કર્યા વિના તેના ઘરેથી નીકળી ગઈ હતી. ત્યાર પછી પરિવારજનોને અનામિકા અને અયાઝના લગ્નની માહિતી મળી હતી. બંનેએ મેરેજ રજિસ્ટ્રાર ઓફિસમાં કોર્ટ મેરેજ માટે અરજી કરી હતી. પરંતુ તેમના સંબંધીઓને લગ્ન અંગે કોઈ સૂચના મળી ન હતી. જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ SP ઓફિસમાં ફરિયાદ નોંધાવી, અયાઝ પર તેમની પુત્રીને લલચાવી-ફોસલાવીને તેની સાથે લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો.
અનામિકાના સંબંધીઓએ રજિસ્ટ્રાર પર પણ યુવકના સંબંધીઓ સાથે મળીને નકલી લગ્ન કરાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. પરંતુ તે પછી પરિવારે તેમના સ્તરે અનામિકાને મૃત જાહેર કરી છે. અનામિકાની માતા અન્નપૂર્ણા દુબેનું કહેવું છે કે, તેણે જે પુત્રીને તેના ગર્ભમાં ઉછેરી છે તેણે તેની સાથે દગો કર્યો છે. એટલા માટે તેણે તેનું પિંડ દાન કરી દીધું.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજસ્થાનમાં પણ આવો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક યુવતીએ તેના પરિવારના સભ્યોની વિરુદ્ધ જઈને તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા. જો કે છોકરો અને છોકરી એક જ સમાજના છે, પરંતુ ત્યાં પુત્રીના કૃત્યથી હતાશ થયેલા પરિવારજનોએ તેનો શોક સંદેશો છપાવ્યો હતો. આ યુવતીએ પોલીસ સ્ટેશનમાં તેના માતા-પિતાને ઓળખવાની ના પાડી દીધી હતી. આ કારણે ભાંગી પડેલા માતા-પિતાએ પણ તેનો શોક સંદેશો છપાવી દીધો અને પહિર ગૌરણી ભોજન (મૃત્યુ ભોજન)ની જાહેરાત કરી દીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp