છોકરીએ કૂતરાને બદલે વાછરડાને કારમાં ફેરવ્યું, ધર્મમાં આવી આસ્થા જોઈ લોકો ખુશ થયા

PC: abplive.com

સોશિયલ મીડિયા પર ઘણી વખત આવા વીડિયો જોવા મળે છે, જેને જોયા વગર તમે રહી શકતા નથી. કેટલાક વિડિયો એટલા હ્રદયસ્પર્શી હોય છે કે, તેને સતત જોયા પછી પણ મન તૃપ્ત થતું નથી. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ ઘણા લોકોએ વખાણ કર્યા છે અને કેટલાક લોકોએ પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કારની અંદર એક વાછરડું બેઠેલું જોવા મળે છે. કારની આગળની સીટ પર વાછરડું દેખાય છે. જ્યારે, તમે વીડિયોમાં જોઈ શકો છો કે વાછરડાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેણે સીટ બેલ્ટ પણ લગાવવામાં આવ્યું છે. વીડિયોમાં એક યુવતી પણ જોવા મળી રહી છે, જે તેના વાછરડા સાથે બેઠી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શેર થઈ રહ્યો છે.

આ વીડિયો એક ટ્વિટર યુઝરે પોસ્ટ કર્યો છે. વીડિયો પોસ્ટ કરતા યુઝરે લખ્યું કે, આપણે હંમેશા મોંઘી કારમાં કૂતરા અને બિલાડીઓને ફરતા જોઈએ છીએ. આજે પહેલી વાર મેં કોઈને ગાયને આટલા આદર અને પ્રેમથી કારમાં ફેરવતા જોયા છે. આ આપણી હિન્દુ સંસ્કૃતિની મહાન વિશેષતા છે. વીડિયો પોસ્ટ કર્યા બાદ લગભગ 33 હજાર લોકોએ તેને જોયો છે. જ્યારે, વીડિયો પર 4 હજારથી વધુ લાઈક્સ પણ આવી ચૂક્યા છે. આ વીડિયો પર ઘણા ટ્વિટર યુઝર્સના રિપ્લાય પણ આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, 'પ્રાણીને પ્રાણી જ રહેવા દો.' જ્યારે, અન્ય એક યુઝરે લખ્યું કે, 'તેનો સ્વભાવ ખૂબ જ ચંચળ હોય છે, ખબર નહીં કે તે આમ શાંત કેવી રીતે બેઠું છે.' વીડિયોમાં ઘણા ચોંકાવનારા જવાબો પણ મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp