છોકરીએ મામાના દીકરા સાથે મંદિરમાં લીધા ફેરા, કાકા-કાકીએ કર્યું કન્યાદાન

PC: aajtak.in

મિર્ઝાપુરમાં એક યુવતીએ પોતાના મામાના દીકરા સાથે લગ્ન કરી લીધા છે. બંને વચ્ચે 5 વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યા હતા. છોકરી પોતાના પ્રેમીની બહેનના લગ્નમાં તેના ઘરે ગઇ હતી. લગ્ન પૂરા થયા બાદ તે પણ પ્રેમી સાથે લગ્ન કરવા માટે જિદ્દ પકડી લીધી. પહેલા પરિવારજનોએ પણ વિરોધ કર્યો, પરંતુ છોકરા-છોકરીની જિદ્દ આગળ તેમને ઝૂકવું પડ્યું અને બંનેના લગ્ન કરાવી દેવામાં આવ્યા. સંબંધમાં ભાઇ-બહેન લગતા છોકરા-છોકરીના લગ્નની ચર્ચા આખા વિસ્તારમાં છે.

પ્રયાગરજમાં રહેનારી યુવતી પોતાના પરિવાર સાથે વિંધ્યાચલ પોલીસ સ્ટેશનના ગામમાં પોતાના મામાની દીકરીના લગ્નમાં પહોંચી હતી. લગ્ન થઇ ગયા હતા અને બધા સંબંધી જવા લાગ્યા હતા. યુવતીને પણ પરિવાર સાથે લઇ જવા લાગ્યા હતા, ત્યારે જ તેણે ઘરે પાછા જવાની ના પાડી દીધી. કહેવા લાગી હતી કે, મામાના દીકરા સાથે લગ્ન કરવા છે. છોકરીના બોલ્યા બાદ છોકરો પણ કહેવા લાગ્યો કે, તે તેને ખૂબ પ્રેમ કરે છે અને લગ્ન કરવા માગે છે.

છોકરો અને છોકરી એક-બીજાના ભાઇ બહેન લાગતા હતા. યુવક મામાનો દીકરો હતો અને યુવતી ફોઇની છોકરી. એવામાં પરિવાર અને સંબંધી વિચારમાં પડી ગયા કે ભાઇ-બહેનના લગ્ન કેવી રીતે થઇ શકે છે. બધાએ આ લગ્ન કરાવવાની ના પાડી દીધી, પરંતુ પ્રેમી કપલ જિદ્દ પર અડી ગયું. બંનેનું કહેવું છે કે, તેઓ એક-બીજાને વર્ષ 2017થી પ્રેમ કરે છે અને લગ્ન કરવા માગે છે. મામલો વધતો જોઇને પંચાયત બેસાડવામાં આવી. પછી બધાએ એક-બીજા સાથે ચર્ચા કરી. એવામાં છોકરીની માતા નારાજ થઇને જતી રહી.

પ્રેમી કપલની જિદ્દ આગળ બધા ઝૂક્યા અને તેમના લગ્ન કરાવવાની વાત પર બધા માની ગયા. ત્યારબાદ છોકરીના માતા-પિતાની ગેરહાજરીમાં તેમની કાકા-કાકીએ કન્યાદાન કરવા પર સહમતી વ્યક્ત કરી. 15 માર્ચ 2023ના રોજ ગામના રામ-જાનકી મંદિરમાં પ્રેમી કપલના લગ્ન કરાવવામાં આવ્યા, ગામના લોકો આ લગ્નમાં સામેલ થયા. બંને પોતાના લગ્નથી ખૂબ ખુશ નજરે પડ્યા તો લોકોએ તેમને આશીર્વાદ આપ્યા. તો મિર્ઝાપુર જનપદના વિંધ્યાચલ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા બિરોહી મહડોરામાં થયેલા અન્ય એક લગ્ન ખૂબ ચર્ચા થઇ રહ્યા છે. આ લગ્ન દરમિયાન સામેલ થયેલી એક છોકરીને પ્રેમ થઇ ગયો. પ્રેમ પણ એવો કે બંનેએ 24 કલાકની અંદર એક-બીજા સાથે લગ્ન કરી લીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp