છોકરી બાઇક પર ટ્રીપલ સીટ જઇ રહી હતી, પોલીસે અટકાવી પણ દંડ ન લીધો, જાણો કારણ

PC: thelallantop.com

ટ્રાફીકના નિયમો તોડવાને કારણે પોલીસ દંડ ફટકારે છે ખાસ કરીને ફુલ સ્પીડ, સ્ટંટ, હેલમેટ ન પહેર્યું હોય, ટ્રીપલ સીટ જતા હો એવા બધા ઘણા ઘણા ટ્રાફીક નિયમો હોય છે. સોશિયલ મીડિયા પર 3 યુવતીઓ એક બાઇક જઇ રહી છે, પોલીસ અટકાવે છે, પરંતુ દંડ લીધા વગર જવા દેવામાં આવે છે, પરંતુ પોલીસ યુવતીઓને ચેતવણી આપી છે.

વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે અને 3 સપ્ટેમ્બરે tsi.rudrapratapmall નામથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે રૂદ્ર પ્રતાપ ઉત્તર પ્રદેશના બલિયાના બંસી બજાર વિસ્તારના ટ્રાફીક સબ ઇન્સ્પેકટર છે. તેઓ ટ્રાફિકના નિયમો સાથે જોડાયેલા વીડિયો બનાવતા રહે છે અને શેર કરતા રહે છે. આ વીડિયોને શેર કરીને તેમણે લખ્યું કે, દીકરીઓને બાઇક ચલાવતી જોતા ઘણું સારું લાગે છે, પરંતુ હેલ્મેટ વગર નહીં અને ટ્રીપલ સીટ પર પણ નહીં.

વીડિયોમાં રૂદ્ર પ્રતાપ અને 3 સવારી જઇ રહેલી યુવતી વચ્ચોનો સંવાદ છે. રૂદ્ર પ્રતાપ યુવતીને કહી રહ્યા છે કે, અરે બેટા, જરા અટકી જા અને તારી બાઇકને સાઇડ પર લઇ લે. પોલીસ યુવતીને બાઇક પર બેસી રહેવા કહે છે.

ત્રણ-ત્રણ દીકરીઓ બાઇક પર છે, આ ખુબસુરત દ્રશ્ય છે, પરંતુ એક ખામી છે. એક તો હેલ્મેટ પહેર્યું નથી અને 3 સવારી છો. બે જ જણા બાઇક પર બેસી શકે અને હેલ્મેટ પહેરવું પડે.

એના પર બાઇક સવાર યુવતી કહે છે કે તમે હેલ્મેટ આપો અમે તમને પરત કરી જઇશું. તો રૂદ્ર પ્રતાપ કહે છે કે, હેલ્મેટ આપીશ, પરંતુ 1500 રૂપિયા આપવા પડશે. જો હું હેલ્મેટ વગર બાઇક પર જઇશ તો લોકો મારો વીડિયો બનાવી લેશે અને પછી કહેશે કે પોલીસ જ હેલ્મેટ નથી પહેરતી તો બીજાને કેવી રીતે ટ્રાફિકના નિયમો પાડવાનું કહી શકે.

રૂદ્ર પ્રતાપ યુવતીને કહે છે કે 3માંથી એક યુવતીએ બાઇક પરથી ઉતરી જવું પડશે. તમારા 3માંથી બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? યુવતી કહે છે અમે ત્રણેય ખાસ મિત્રો જ છીએ. પોલીસ આગળ કહે છે ત્રણેય બેસ્ટ ફ્રેન્ડ ન હોય શકે,પાછળ વાળી ઓછી બેસ્ટ ફ્રેન્ડ લાગે છે. પોલીસે સમજ પાડતા કહ્યું કે જો દુર્ઘટના થશે તો પાછળ વાળી યુવતી પર જીવનું સંકટ આવી શકે છે. પોલીસે યુવતીને સમજાવીને રસીદ ફાડ્યા વગર જવા દીધી હતી.વીડિયો 20 લાખથી વધારે લોકો જોઇ ચૂક્યા છે,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp