કરોડો રૂપિયા કમાઇને આપ્યા, થાકી ગઈ છું, સેક્સ રેકેટમાં ફસાયેલી યુવતીએ મદદ માગી
રાજસ્થાનના ભીલવાડામાં એક યુવતીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં યુવતી પોતાને બચાવવા માટે મદદ માંગી રહી છે. યુવતીનું કહેવું છે કે 10 વર્ષની ઉંમરમાં તેનો 20 લાખ રૂપિયામાં સોદો કરી દેવામાં આવ્યો હતો, ત્યારથી તે વેશ્યા વૃતિનો શિકાર બનેલી છે. યુવતીએ વીડિયોમા કહ્યું છે કે એ લોકોને કરોડો રૂપિયા કમાઇને આપ્યા છે, હવે હું થાકી ગઇ છું, આ નરકમાંથી મને બહાર કાઢો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને કારણે પોલીસ હરકતમાં આવી હતી અને સેક્સ રેકેટ ચલાવતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ગુનો નોંધીને બે આરોપીઓની ધરપકડ કરી છે અને બાકીના આરોપીઓને શોધી રહી છે.
પીડિતાએ સેક્સના સોદાગરોની ચુંગાલમાંથી છટકીને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરી દીધો હતો. વીડિયોમાં તેણે દલાલો અને સોદાગરોના નામ અને સરનામા જાહેર કર્યા, પીડિત યુવતીએ જણાવ્યું કે આ ગેંગના લોકોએ તેના માતા-પિતા પાસેથી ચારી પ્રથાના નામ પર 30-40 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છે. મારા માતા-પિતાનો જીવ જોખમમાં છે. યુવતીએ કહ્યું કે આ વીડિયો હું મારી મરજીથી બનાવી રહી છુ.
વીડિયો સામે આવતા પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને માંડલગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ગેંગના બે આરોપી પ્રેમ કુમાર કંજર અને શંભુલાલ કંજરની ધરપકડ કરીને મંગળવારે POCSO કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જ્યાંથી તેઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, પોલીસ અન્ય આરોપીઓને શોધી રહી છે.
રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ભૂતકાળમાં દીકરીઓને વેચી દેવાનો મામલો સામે આવ્યો હતો. આ અંગે રાજ્યમાં ભારે હોબાળો થયો હતો. હવે દલાલોના હાથમાં વેચાતી દીકરીનો હોર્સ ટ્રેડિંગનો મામલો સામે આવ્યો છે. યુવતીએ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા વીડિયોમાં કહ્યું છે કે. જ્યારે તે 10 વર્ષની હતી ત્યારે તેને વેચી દેવામાં આવી હતી, આજે તેની 26 વર્ષની ઉંમર છે. તેણીને રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યોમાં વેશ્યા વૃતિ માટે મોકલવામાં આવતી હતી. યુવતીએ કહ્યું કે મેં મારું શરીર વેચેની સેક્સના સોદાગરોને કરોડો રૂપિયાની કમાણી કરવાની આપી છે,મારી પર થયેલા અત્યાચારથી હું થાકી ગઇ છું. વીડિયો સામે આવ્યા બાદ SPએ તપાસના આદેશ આપ્યા હતા.
યુવતીએ વીડિયોમા કહ્યું છે કે, તે જ્યારે 10 વર્ષની હતી ત્યારે માધોપુરમાં વેચી દેવામાં આવી હતી. 11 વર્ષની ઉંમરે મને જબરદસ્તીથી વેશ્યા વૃતિમાં ધકેલી દેવામાં આવી હતી. એક-બે વર્ષ ત્યાં રાખ્યા પછી શંભુ અને પ્રેમ નામની વ્યકિતએ મને દેવલીમાં રહેતા કિશનને વેચી દીધી હતી. કિશને મને 20 લાખ રૂપિયામાં ખરીદી હતી. અહીં લગભગ 8-9 વર્ષ સુધી મારી પાસે વેશ્યા વૃતિ કરાવવામાં આવી.કિશન મને લોકોને ખુશ કરવા માટે ભુસાવળ, મુંબઇ, જયપુર એવી અનેક જગ્યાએ મોકલતો હતો. એ જયાં કહેતો ત્યાં હું જતી હતી. મેં અનેક વખત અત્યાચાર સહન કર્યા છે.
વીડિયોમાં યુવતીએ કહ્યું કે કિશનની ચૂંગાલમાંથી છટકીને કોઇક જગ્યાએ ડરીને બેઠી છું. મને ન્યાય અપાવો. આ કિશને અનેક યુવતીઓની જિંદગી બરબાદ કરી નાંખી છે. મારી સરકારને વિનંતી છે કે મને ન્યાય અપાવો. કિશનના માણસો મારા-પિતા પાસે જઇને પૈસા માંગે છે કે તમારી દીકરી ભાગી ગઇ છે.
ભીલવાડાના SP આદર્શ સિધ્ધુએ કહ્યું કે વીડિયો અમારા ધ્યાન પર આવ્યો છે અને યુવતીને ટ્રેસ કરીને ગુનો નોંધી લેવામાં આવ્યો છે અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. યુવતીએ જે આરોપો લગાવ્યા છે તેની તપાસ ચાલી રહી છે. SP એ કહ્યું કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp