સરકારને આ રીતે મૂર્ખ બનાવી શકાય નહીં, LGને ફરી સુપ્રીમ કોર્ટનો ઝટકો
શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે દિલ્હી અને LG વચ્ચેનો બીજો વિવાદ સામે આવ્યો. દિલ્હી ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશનના વડાની નિમણૂકને લઈને ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે LG V.K. સક્સેના પર આકરી ટિપ્પણી કરી છે. કોર્ટે 11 મેના રોજના સેવા પર નિયંત્રણ ને લઈને તેના આદેશનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, LGએ સરકારની સલાહ મુજબ કામ કરવું પડશે. દિલ્હી સરકારે મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રાજીવ કુમાર શ્રીવાસ્તવને DERCના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવાના નિર્ણયને LGની મંજૂરીમાં વિલંબને લઈને સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી.
ચીફ જસ્ટિસ D.Y. ચંદ્રચુડ, જસ્ટિસ P.S. નરસિમ્હા અને જસ્ટિસ K.V. વિશ્વનાથને આ મામલાની સુનાવણી કરી હતી. મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ બેંચને જણાવ્યું કે, પાંચ મહિના પહેલા LGને દરખાસ્ત મોકલવામાં આવી હતી. જો કે, લેફ્ટનન્ટ ગવર્નરે એમ કહીને તેમના નિર્ણયમાં વિલંબ કરવાનું ચાલુ રાખ્યું હતું કે, નિમણૂક માટે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સંમતિ જરૂરી છે કે, કેમ તે જાણવા માટે તેમને કાનૂની અભિપ્રાયની જરૂર છે. ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 84(2)ને ટાંકીને સિંઘવીએ કહ્યું કે, માત્ર સંબંધિત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની સંમતિ જરૂરી છે. ચીફ જસ્ટિસે આ વાત પર સહમતિ દર્શાવતા કહ્યું કે, 'જે વ્યક્તિની નિમણૂક થઈ રહી છે, તે મદ્રાસ હાઈકોર્ટના જજ છે, તો કોનો સંપર્ક કરવામાં આવશે, મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો, કોઈ હાઈકોર્ટમાંથી એવું કેમ કરવામાં આવશે? '
LG તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ લેફ્ટનન્ટ ગવર્નર એન્ટ્રી 1, 2 અને 18 સંબંધિત બાબતોમાં સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે છે. તેમણે કહ્યું કે, 'અન્ય કિસ્સાઓમાં, મતભેદ થવાના કિસ્સામાં, રાજ્યપાલ રાષ્ટ્રપતિનો સંદર્ભ લઈ શકે છે અને તે નિર્ણય બાકી હોય, રાજ્યપાલ પોતે તાકીદે નિર્ણય લઈ શકે છે.' તેના પર ચીફ જસ્ટિસે કહ્યું, 'રાજ્યપાલ આ રીતે એક સરકારને મૂર્ખ બનાવી શકે નહીં. જે શક્તિની વાત કરવામાં આવી રહી છે તેનો ઉપયોગ અપવાદ તરીકે પણ થઈ શકે છે.' કોર્ટે LGને બે અઠવાડિયામાં નિમણૂક અંગે નિર્ણય લેવા જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp