રાહુલ ગાંધીથી સરકાર ડરી ગઇ છે, સંજય રાઉતે આવું કેમ કહ્યું?

PC: twitter.com/rautsanjay61

મોદી સરનેમ માનહાનિ કેસમાં છેલ્લાં 6 મહિનાથી કોર્ટમાં ચાલેલી લડાઇ બાદ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી હતી. એ પછી કોંગ્રેસ અને વિપક્ષ રાહુલ ગાંધીના સસંદ સભ્યપદ પાછું મેળવવા માટે રાહ જોઇ રહ્યા છે. લોકસભાએ હજુ સુધી રાહુલ ગાંધીનું રદ કરાયેલું સભ્યપદ હજુ પાછું આપવા માટે મંજૂરી આપી નથી. આ દરમિયાન શિવસેના (UBT) રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પુનઃસ્થાપિત કરવાને લઈને લોકસભા સ્પીકર ઓમ બિરલાની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા છે.

સંજય રાઉતે કહ્યું કે, સરકાર રાહુલ ગાંધીથી ડરે છે. સુરત કોર્ટે 23 માર્ચે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવ્યાના 24 કલાકમાં જ લોકસભાના અધ્યક્ષે વિલંબ કર્યા વિના તેમને લોકસભામાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. આવી ઉતાવળ કરવાની કોઇ જરૂરિયાત નહોતી.રાહુલ ગાંધીને ઘરમાંથી પણ કાઢી મુકાયા. તેમના સંસદ સભ્ય તરીકેના બંગલાને ખાલી કરવાની સરકારે નોટીસ આપી હતી.

પરંતુ હવે સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ માનહાનિ કેસમાં  સ્ટે આપીને સુરત કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ પર ખૂબ જ આકરી ટીપ્પણી કરી છે. સજા પર સ્ટે મુક્યાને ત્રણ દિવસ થઈ ગયા છે. આમ છતાં લોકસભા અધ્યક્ષે તેમનું સભ્યપદ પાછું આપ્યું નથી. સંજય રાઉતે સવાલ કર્યો કે શું તમે કયો અભ્યાસ કરો છો?  સુપ્રીમ કોર્ટના ચુકાદા પર Ph.d. કરી રહ્યા છો?   સંજય રાઉતે કહ્યુ કે અમે બધા INDIA ગઠબંધનના નેતાઓ આવતીકાલે મળીશું અને ભવિષ્યની રણનીતિ શું હશે તેની ચર્ચા કરીશું.

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ નેતા કર્ણાટકમાં એક રેલીને સંબોધન કરવા પહોંચ્યા હતા. આ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, બધા ચોરાની સરનેમ મોદી કેમ હોય છે? રાહુલ ગાંધીના આ નિવેદન સામે ભાજપના સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ આખા મોદી સમાજનું અપમાન કર્યું છે. મોદી સરનેમ માનહાનિ કેસમાં 23 માર્ચે, 2023ના દિવસે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષનો ચુકાદો આપ્યો હતો અને એના બીજા દિવસે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું હતું.

એ પછી કોંગ્રેસે સુરતની નીચલી અદાલતના ચુકાદાને સેશન્સ કોર્ટ અને ગુજરા હાઇકોર્ટમાં પડકાર્યો હતો, તેમાં રાહુલ ગાંધીની હાર થઇ હતી. એ પછી કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp