26th January selfie contest

વરરાજો લગ્નમાં ઓછા ઘરેણા લાવેલો, કન્યાએ વરમાળાથી આગળની વિધિ ન કરી અને...

PC: navbharattimes.indiatimes.com

લગ્નમાં દહેજ માંગવું એ કાયદેસર ગુનો છે. બધા જાણે છે. પરંતુ દહેજ પ્રથા આજે પણ ચાલુ છે. દૂરના અંદરના ગામડાઓમાં દહેજ પ્રથા પહેલા જેવી જ છે. શહેરોમાં ગિફ્ટના નામે આ પરંપરા ચાલી રહી છે. દરરોજ એવા સમાચાર જોવા અને વાંચવા મળે છે કે, નારાજ વર કે વરપક્ષના લોકોએ દહેજ ન આપવા અથવા ઓછુ દહેજ મળવાને કારણે લગ્નની જાનને પછી લઇ ગયા. પરંતુ ઉત્તર પ્રદેશના કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં કથિત રીતે ઓછા દાગીના મળતા નારાજ દુલ્હનએ છેલ્લી ઘડીએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.

આ મામલો કાનપુર દેહાતના સિકંદરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંના રહેવાસી કૃષ્ણ મુરારીના લગ્ન બનવારીપુર ગામના રહેવાસી શ્યામ નારાયણની પુત્રી સાથે નક્કી થયા હતા. લગ્ન માટે 30 એપ્રિલનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. મીડિયાના સૂત્રો પાસેથી મળેલા રિપોર્ટ અનુસાર, કૃષ્ણ મુરારીના લગ્નની જાન દુલ્હનના ઘરે પહોંચી હતી. વરમાળા સુધીની વિધી પણ કરવામાં આવી હતી. આરોપ છે કે, આ પછી કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી. કૃષ્ણા મુરારીએ આ વિશે મીડિયાને કહ્યું કે, 'હું કોઈ પણ જાતના દહેજની લેવડદેવડ વિના છોકરી સાથે લગ્ન કરી રહ્યો હતો. અમે જાન લઈને આવ્યા હતા. અમારું સ્વાગત પણ કરવામાં આવ્યું. વરમાળાની વિધી પણ થઇ. કન્યાને ચડાવવાના સમયે દાગીના આપવામાં આવ્યા હતા. પરંતુ કન્યા પક્ષે ઘરેણાં જોઈને તેનો વિરોધ કર્યો હતો, અને કહ્યું કે અમે લગ્ન કરવા નથી માંગતા.'

રિપોર્ટ અનુસાર, 1 મેના રોજ બંને પક્ષો સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ પોલીસના સમજાવવા છતાં પણ કામ ન થયું અને વરરાજાને કન્યા વિના તેની જાન પછી લઇ જવી પડી હતી. ત્યાર પછી બંને પક્ષોને સમાધાન માટે ફરીથી પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. લગ્નમાં વરરાજાના પરિવાર દ્વારા આપવામાં આવેલી તમામ વસ્તુઓ સાથે. છોકરાના પિતા લાલારામે મીડિયાને કહ્યું, 'તે તેના પુત્રના લગ્ન માટે છોકરીને જોવા ગયો હતો. ત્યાર બાદ ખોળો ભરવાની વિધિ કરવામાં આવી હતી. ત્યાર પછી યુવતીના માતા-પિતાએ લગ્નની તારીખ આગળ વધારવા માટે કહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ અમે જાનને લઈને જવાની તૈયારી કરી લીધી હતી એટલે અમે 30 એપ્રિલે જ જાન લઈને ત્યાં પહોંચ્યા હતા. લગ્નના દિવસે યુવતીપક્ષનાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. અને અમારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ આપી હતી. તેમ કહીને કે, અમે દહેજની માંગણી કરી છે. અમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા. અમે દહેજ વગર લગ્ન કરવા આવ્યા છીએ તે અંગે અમે પોલીસને જણાવ્યું હતું.

રિપોર્ટ અનુસાર, છોકરાવાળાઓએ ઘરેણાંમાં ટોપ્સ, વીંટી, બંગડીઓ, વિછિયા, 2000 રૂપિયા, નાકની નથડી, અને મંગળસૂત્ર આપ્યાં હતાં. સમજૂતી બાદ બંને પક્ષોને પરત મોકલી આપવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp