વિગ પહેરીને બીજા લગ્ન કરવા પહોંચ્યો વરરાજા, ખુલી ગઈ પોલ તો...

PC: prabhatkhabar.com

બિહારમાં એક વ્યક્તિ બીજા લગ્નનું સપનું લઇ છોકરીના દરવાજા પર વરઘોડો લઇને પહોંચી ગયો. શરૂઆતમાં તો તેની આગતા-સ્વાગતા કરવામાં આવી પરંતુ, આ દરમિયાન એક ખુલાસાએ તેની પોલ ખોલી નાંખી. જાણકારી મળી કે, વરરાજા બનેલા વ્યક્તિના માથે ટાલ છે અને પાઘડીની નીચે તેને સંતાડી રહ્યો છે. બિહારના ગયામાં બીજા લગ્ન કરવા માથે પાઘડી પહેરીને એક વ્યક્તિ વરઘોડો લઇને પહોંચી ગયો. બધુ બરાબર ચાલી રહ્યું હતું. દરમિયાન, અચાનક જાણકારી મળી કે, તે વ્યક્તિના માથા પર વાળ જ નથી. તેના માથે ટાલ છે અને તેણે વિગ પહેરી છે. જેવી આ વાત અંગે લોકોને જાણકારી મળી તો હંગામો થઈ ગયો. તરત જ કન્યા પક્ષના લોકોએ તે વ્યક્તિને ઘેરી લીધો અને તેને માર મારવા માંડ્યા. આ ચોંકાવનારો મામલો ડોભી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, ડોભી પોલીસ સ્ટેશન ક્ષેત્રના બજૌરા ગામમાં એક વ્યક્તિ વરઘોડો લઇને પહોંચ્યો હતો. વરરાજા બનેલી વ્યક્તિ ઇકબાલ નગરનો રહેવાસી હતો. વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, વરરાજાએ માથે સાફો બાંધ્યો છે. તેના ચેહરા પર સ્માઇલ છે. દરેક વ્યક્તિ તેની સાથે વાત કરી રહી છે.

શરૂઆતમાં બધુ બરાબર ચાલ રહ્યું હતું પરંતુ, અચાનકથી ત્યાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. એવુ ત્યારે થયુ જ્યારે લોકોને જાણકારી મળી કે આ વ્યક્તિ બીજા લગ્ન કરી રહ્યો છે. એટલું જ નહીં તેના માથે ટાલ છે. લોકોને જાણકારી મળી કે, વરરાજા બનેલી વ્યક્તિએ નકલી વાળ એટલે કે વિગ પહેરી તેના સહારે આ લગ્નની તૈયારી કરી હતી. જોકે, તેનો ખુલાસો નક્કી સમય કરતા પહેલા થઈ ગયો અને વરરાજાએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

ગયાના ડોભીમાં સામે આવેલા આ ચોંકાવનારા મામલા પર ખૂબ જ હંગામો થયો. લોકોએ આરોપી વરરાજાને પકડી લીધો. તેની સાથે મારામારી કરી. તે હાથ જોડીને વારંવાર વિનંતી કરી રહ્યો હતો. પરંતુ, ત્યાં હાજર ભીડે તેની એક પણ વાત ના સાંભળી. વીડિયોમાં લોકો વરરાજાને બંધક બનાવીને તેને માર મારતા દેખાઈ રહ્યા છે. કેટલાક લોકો વરરાજાની વિગ ખેંચવાનો પ્રયત્ન કરતા દેખાયા. ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp