વરરાજા તૈયાર, કન્યા તૈયાર... ત્યાં જ કાઝીએ નિકાહ કરાવવાની ના પાડી, આ શરત મૂકી

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં, DJ પર નાચવાનું જાનૈયાઓ સહીત વર-કન્યા અને તેમના પરિવારોને ભારી પડી ગયું હતું, આ વાતથી કાઝી એટલો નારાજ હતો કે, તેણે નિકાહ કરાવવાની ના પાડી દીધી. આની પાછળ તેણે દલીલ કરી હતી કે, આ પ્રકારનું વલણ ઈસ્લામિક રીતિ રિવાજો વિરુદ્ધ છે. જેના કારણે તેઓ નિકાહ નહિ કરાવી શકે. કાઝીની વાત સાંભળીને લગ્ન સમારોહમાં સન્નાટો છવાઈ ગયો.

ત્યારે જ, વાતાવરણની નાજુકતાનો અહેસાસ થતાં, વરરાજાના પિતા અને તેના મોટા ભાઈએ લગ્ન સમારોહમાં હાજર ભીડની વચ્ચે મૌલાનાની માફી માંગી અને કહ્યું કે, ભવિષ્યમાં આવું ક્યારેય નહિ કરીએ. ત્યાર પછી મૌલાના રાજી થઈ ગયા અને તેઓ નિકાહ કરાવવા માટે રાજી થયા. પરંતુ આ સાથે તેણે એક શરત પણ રાખી હતી. કહ્યું કે, જો તેઓ ભવિષ્યમાં આવું કરશે તો તેમને 5051 રૂપિયાનો દંડ ભરવો પડશે.

આ પછી કાઝીએ વર-કન્યાના નિકાહ કરાવ્યા. ત્યાર પછી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ આખો મામલો બહરાઈચ જિલ્લાના ફખરપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઘાસીપુર ટંડ ગામનો છે. 2 જુલાઈના રોજ અહીં રહેતા નઝીર અલીની પુત્રીના લગ્ન હતા. જાન બોંડી પોલીસ સ્ટેશન વિસ્તારના ઢાખરવા વજીરગંજથી આવવાની હતી. વરરાજા અરમાન જાનૈયાઓને લઈને દુલ્હનના ઘરે પહોંચ્યો હતો. જાન લગ્ન સ્થળે પહોંચતા જ તમામ જાનૈયાઓ DJના તાલે નાચવા લાગ્યા હતા.

જેવો નિકાહ કરાવવાનો ટાઈમ થયો, મૌલાના સિકંદર ત્યાં પહોંચી ગયા. જેવું તેણે જોયું કે જાનૈયાઓ DJની ધૂન પર નાચી રહ્યા છે, તેને ગુસ્સો આવી ગયો. નારાજગી દર્શાવતા તેણે કહ્યું કે, તે નિકાહ નહીં કરાવે. મૌલાનાની વાત સાંભળીને બધા ચોંકી ગયા. ત્યારે મૌલાનાએ તેની પાછળનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે, DJની ધૂન પર નાચવું એ ઈસ્લામિક રિવાજો વિરુદ્ધ છે. તેથી જ હું આ નિકાહ કરાવી શકતો નથી.

મૌલાનાની વાત સાંભળીને વર-કન્યાના પરિવારજનો પરેશાન થઇ ગયા. ત્યારબાદ વરરાજાના પિતા અને મોટા ભાઈએ મૌલાનાની માફી માંગી અને કહ્યું કે, આવી ભૂલ ફરી નહીં થાય. ઘણી સમજાવટ પછી મૌલાના સિકંદર રાજી થયા અને વર-કન્યાના નિકાહ કરાવ્યા. મૌલાનાએ કહ્યું કે લગ્નપ્રસંગમાં DJ બિલકુલ ન વગાડવો જોઈએ, DJ તો શું, એવું કોઈ કામ ન કરવું જોઈએ જે શરિયતની વિરુદ્ધ હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp