વરરાજો ત્રીજા લગ્ન કરવા પહોંચ્યો, પહેલી પત્નીએ પોલ ખોલી નાખી, મરઘો બનાવ્યો

PC: uptak.in

ઉત્તર પ્રદેશમાં એક વરરાજા વાજતે ગાજતે ત્રીજા લગ્ન કરવા પહોંચ્યો હતો, પરંતુ પહેલી પત્નીએ આવીને પોલ ખોલી નાંખી હતી અને દુલ્હાના ત્રીજા લગ્નના અરમાનો પર પાણી ફેરવી દીધું હતું. વરરાજાને ન તો દુલ્હન મળી કે ન તો દહેજ. ત્રીજા લગ્ન કરવા આવ્યો છે એવી સંબંધીઓને જાણ થતા તેને સજા આપવામાં આવી હતી.ઘટના સ્થળે પહોંચેલી પોલીસે 3ની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા. ખુશીનો પ્રસંગ પળવારમાં નિરાશામાં ફેરવાઇ ગયો હતો. યુવતી રડી રડીને અડધી થઇ ગઇ હતી, પરંતુ સ્વજનોએ સમજાવી હતી કે ખોટા માણસ સાથે ભેરવાતા તો બચી ગઇ છે ને.

ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર જનપદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ત્રીજા લગ્ન કરવા પહોંચેલા એક દુલ્હાની ભીડ પિટાઇ કરતી અને તેને મરઘો બનાવતી જોવા મળી રહી છે.

આ ઘટના પરાસૌલી ગામની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 10 સપ્ટેમ્બરે શામલી ગામનો જહાંગીર નામનો એક વ્યકિત વરરાજા બનીને વરઘોડો લઇને આવ્યો હતો. આ દરમિયાન જહાંગીરની પત્ની લગ્ન સ્થળે આવી પહોંચી હતી અને હંગામો કરી દીધો હતો. આ વાતની જાણ થતા દુલ્હન પક્ષના લોકોએ વરરાજા અને બારાતીઓને બંધક બનાવી દીધા હતા.  યુવતીના પરિવારજનોએ વરરાજાની પિટાઇ કરી હતી અને તેને મરઘો બનાવી દીધો હતો.

દુલ્હનના ભાઇ વારિશે કહ્યું હતુ કે અમને એ વાતની જાણ નહોતી કે દુલ્હાના પહેલાં બે લગ્ન થઇ ચૂક્યા છે.  એની પહેલીએ જયારે પોલ ખોલી ત્યારે અમને ખબર પડી. પોલીસે 3 લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા છે. વારિસે કહ્યુ કે જહાંગીર મારી બહેનને અંધારમાં રાખીને લગ્ન કરવા માંગતો હતો, પરંતુ તેના અરમાનો પર પાણી ફરી વળ્યું છે.

પોલીસે કહ્યું હતું કે 10 સપ્ટેમ્બરે એક યુવક લગ્ન કરવા માટે પહોંચ્યો હતો ત્યારે વાદ વિવાદ ઉભો થયો હતો. આ લગ્ન પ્રસંગમાં મારપીટની ઘટના પણ બની હતી. પોલીસે 3 લોકોની શાંતિભંગના આરોપમાં ધરપકડ કરીને 14 દિવસના રિમાન્ડ પર જેલ મોકલી દીધા હતી. પોલીસે કહ્યું કે ઘટના સ્થળે અત્યારે શાંતિ  પ્રવર્તી રહી છે, જો કોઇ ફરિયાદ આવશે તો કાર્યવાહી કરવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp