વરરાજો લગ્ન કરવા જતો હતો, પોલીસે મહેંદી વાળા હાથમાં હાથકડી પહેરાવી

PC: aajtak.in

ઘણી વખત તમે ફિલ્મોમાં જોયું હશે કે વરરાજો લગ્ન કરવાની તૈયારીમાં હોય અને અચાનક પોલીસ આવીને પકડી જાય અને મહેમાનો જોતા જ રહી જાય. આવું જ કઇંક ઉત્તર પ્રદેશમાં બન્યું છે. એક દુલ્હાની લગ્નની શરણાઇઓ વાગી રહી હતી અને પોલીસ તેને ઉંચકી ગઇ હતી. આ આરોપી વોન્ટેડ હતો અને પોલીસ તેને ઘણા સમયથી શોધી રહી હતી.

 વરરાજા લગ્નની તૈયારી કરી રહ્યો હતો અને વરઘોડો કાઢવાની તૈયારી જ હતી અને પોલીસે આવીને રંગમાં ભંગ પાડી દીધો હતો અને વરરાજાને હાથકડી પહેરાવીને જેલ ભેગો કરી દીધો હતો.

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરના રસુલપુર વિસ્તારમાં રહેતા યુવકને પોલીસે લગ્ન પહેલા જ જેલમાં મોકલી દીધો હતો. આરોપીને મહેંદી લગાવેલા હાથમાં હાથકડી લગાવીને પોલીસ સ્ટેશન અને પછી જેલમાં લઈ જવામાં આવ્યો હતો. હકીકતમાં,શહેરના ગુરુદેવ નગરમાં રહેતા પ્રશાંત ગુપ્તા ઉર્ફે જેકી નામના યુવકના 21 એપ્રિલ (શુક્રવાર)ના રોજ લગ્ન થવાના હતા. ઘરે બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ. લગ્ન વરઘોડાની તૈયારી થઈ રહી હતી, પરિવારના લોકો  ડાન્સ કરવાની તૈયારી કરી રહ્યા હતા તે વખતે જ અચાનક પોલીસની એન્ટ્રી થઇ હતી અને પ્રશાંત ગુપ્તા ઉર્ફે જેકીની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. જે હાથોમાં પ્રશાંતે મહેંદી લગાવી હતી તે જ હાથોમાં પોલીસે હાથકડી પહેરાવી દીધી હતી.

પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે પ્રશાંત ગુપ્તા ઉર્ફે જેકીની સામે 12 કેસ નોધાયેલા છે. આરોપી પ્રશાંત રસૂલપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો હિસ્ટ્રી શૂટર છે. પ્રશાંત કન્યા પક્ષને પોતાનો અપરાધિક ઇતિહાસ છુપાવીને લગ્ન કરવા માટે જઇ રહ્યો હતો. પ્રશાંતના હાથમાં મહેંદી મુકવામાં આવી હતી અને પોલીસે એ જ હાથોમાં હાથકડી પહેરાવીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને એ પછી તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

પ્રશાંત ગુપ્તા વિરુદ્ધ 12 ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાં લગ્નના નામે ઘણી છોકરીઓનું શોષણ અને ડ્રગ્સની હેરાફેરી કરવાનો સમાવેશ થાય છે. CO સિટી ફિરોઝાબાદ કમલેશ કુમારે જણાવ્યું કે પ્રશાંત ઉર્ફે જેકી વિરુદ્ધ રસુલપુર પોલીસ સ્ટેશનમાં એક ડઝન કેસ નોંધાયેલા છે. આમાંથી એક FIRમાં મહિલાએ આરોપીઓ પર શોષણનો આરોપ લગાવ્યો હતો. આ કેસોમાં આરોપીઓની શોધખોળ જોરશોરથી ચાલી રહી છે. હવે પોલીસને માહિતી મળી કે આરોપી લગ્ન કરવા જઈ રહ્યો છે. તે પહેલા તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp