કૂતરાના વિવાદમાં લોહિયાળ સંઘર્ષ, સાળા-બનેવીની ગોળી મારીને કરી દેવાઈ હત્યા, Video

ઈન્દોરના ખજરાના પોલીસ સ્ટેશન વિસ્તારના કૃષ્ણ બાગમાં રહેનારા પાડોશીઓ વચ્ચે ગુરુવારે મોડી રાત્રે કૂતરાને ફેરવવાને લઈને વિવાદ થઈ ગયો. વિવાદ એટલો વધી ગયો કે એકે ગોળી ચલાવી દીધી. તેમાં 2 લોકોના મોત થઈ ગયા, જ્યારે મહિલા સહિત 6 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે. આરોપીએ હવામાં ફાયરિંગ કરી હતી. જાણકારી મળતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને લાઇસન્સ બંદૂક જપ્ત કરી લેવામાં આવી છે. એડિશનલ DCP અમરેન્દ્ર સિંહના જણાવ્યા મુજબ, ઘટના ગુરુવારે રાત્રે 10:30 વાગ્યાની આસપાસની છે.
જ્યારે ખજરાના પોલીસ સ્ટેશન વિસ્તારના રામકૃષ્ણ કોલોનીમાં રહેનારો બેંક સિક્યોરિટી ગાર્ડ રાજપાલ સિંહ રાજાવત પોતાના કૂતરાને ફરાવી રહ્યો હતો. ત્યારે વિસ્તારના રહેવાસી વિમલે કૂતરાને પથ્થર મારી દીધો. ત્યારબાદ બંને વચ્ચે બોલાબોલી થઈ ગઈ. આ દરમિયાન રાહુલ પણ ત્યાં પહોંચી ગયો. રાજપાલે વિમલ અને રાહુલને ડરાવવા માટે ઘરમાંથી બંદૂક કાઢી અને હવાઈ ફાયરિંગ કરી. થોડા સમય બાદ આરોપીએ વિમલ અને રાહુલ પર ગોળી ચલાવી દીધી, જેથી તેમનું મોત થઈ ગયું.
VIDEO | Two people were killed and six others injured after a man, identified as a security guard Rajpal Rajawat, fired shots on neighbours following an argument over pet dogs in MP's Indore.
— Press Trust of India (@PTI_News) August 18, 2023
(Note: Audio muted due to abusive content)
(Source: Third Party) pic.twitter.com/jw8Btu9GVN
ઘટના બાદ વિસ્તારમાં હાહાકાર મચી ગયો. રાહુલ અને વિમલના પરિવારજનો મોટી સંખ્યામાં ઘરથી બહાર નીકળ્યા. જેમાં જ્યોતિ, લલીત, કમલ અને મોહિત સહિત સીમાને પણ ગોળીના છર્રા લાગ્યા. આ બધા ઇજાગ્રસ્ત થઈ ગયા. તેમને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, 12 બોરની બંદૂકથી ગોળી ચાલી હતી. જ્યોતિ અને અન્ય લોકોની આંખો અને ચહેરા પર ગોળી લાગી. પોલીસના જણાવ્યા મુજબ, મૃતક રાહુલ અને વિમલ સંબંધમાં બનેવી અને સાળા થાય છે.
વિમલની નિપાનિયામાં સલૂન છે. 8 વર્ષ અગાઉ તેના લગ્ન રાહુલની બહેન આરતી સાથે થયા હતા. તેની બે દીકરીઓ પણ છે. રાહુલ લસૂડિયા વિસ્તારમાં કોઈ ઓફિસમાં કામ કરે છે. ઘટના બાદ પોલીસ દ્વારા આરોપી રાજપાલ સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. રિપોર્ટ મુજબ, આરોપી બેંક ઓફ બરોડામાં સિક્યોરિટી ગાર્ડ છે. એડિશનલ DCP અમરેન્દ્ર સિંહે જણાવ્યું કે, આરોપી રાજપાલની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની બંદૂક અને લાઇસન્સ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. આરોપી અને મૃતકોના ઘર સામસામે જ વિમલની સલૂન છે.
પ્રત્યક્ષદર્શીઓ મુજબ, રાત્રે લગભગ 11:00 વાગ્યે આરોપી ગાર્ડ રાજપાલ કૂતરો ફેરવી રહ્યો હતો. આ દરમિયાન વધુ એક કુતરો આવી ગયો અને બંને કૂતરા લડવા લાગ્યા. આ દરમિયાન એક પરિવારે આપત્તિ દર્શાવી તો બહેસ થઈ ગઈ. વિવાદ વધ્યો તો ગાર્ડ ભાગતો ઘરે ગયો અને બંદૂક લઈને પહેલા માળ પર પહોંચ્યો અને ગોળીઓ ચલાવવા લાગ્યો. લોકો જીવ બચાવવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા. રાહુલ અને વિમલને ગંભીર હાલતમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ તેમના રસ્તામાં જ મોત થઈ ગયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp