H3N2 વાયરસ ફેલાઈ રહ્યો છે! આ રાજ્યમાં બંધ થઇ શાળાઓ, આ છે લક્ષણો

PC: tv9hindi.com

દેશ કોરોના વાયરસમાંથી અનેક મુશ્કેલીઓ પછી બહાર આવી રહ્યો છે કે, વળી પાછા આ દરમિયાન H3N2 નામના નવા વાયરસે દસ્તક આપી છે. બાળકોની સાથે-સાથે વૃદ્ધો પણ આ વાયરસને કારણે ખૂબ સંક્રમિત થઈ રહ્યા છે. તેના કેસો પણ ઘણા રાજ્યોમાં સતત કેટલાંક અઠવાડિયાથી જોવા મળી રહ્યા છે. તમામ રાજ્ય સરકારોએ આનાથી બચવા માટે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. દરેક રાજ્યોના આરોગ્ય વિભાગે હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવાના આદેશ આપી દીધા છે. આ સાથે, આ વાયરસથી સંબંધિત કોઈપણ પીડિત વિશે માહિતી માંગવામાં આવી રહી છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

પુડુચેરીના શિક્ષણ મંત્રી નમસ્સિવમે H3N2 વાયરસ અને ફ્લૂના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજા જાહેર કરી છે. પુડુચેરીમાં 16 માર્ચથી 26 માર્ચ સુધી શાળાઓ બંધ રહેશે. હાલ પૂરતો આ નિર્ણય ધોરણ 1 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવ્યો છે. બાકીના વર્ગો તેમના સમયપત્રક મુજબ ચાલુ રહેશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુડુચેરીમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝાના 79 કેસ નોંધાયા છે. જો કે, રાજ્યમાં હજુ સુધી કોઈ મૃત્યુ થયું નથી. આરોગ્ય વિભાગે કેસોની વધતી સંખ્યા પર નજર રાખવા હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને એલર્ટ કરી દીધા છે.

દરમિયાન, મહારાષ્ટ્રમાં પણ આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે કહ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં H3N2 વાયરસના 352 દર્દીઓ નોંધાયા છે. તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે અને તમામ જિલ્લાની હોસ્પિટલોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. H3N2 જીવલેણ નથી, તેને તબીબી સારવારથી મટાડી શકાય છે, તેથી કોઈએ ગભરાવાની જરૂર નથી.

H3N2 ઈન્ફલ્યુએન્ઝા ફાટી નીકળતાં સમગ્ર દેશમાં ચિંતા વધી ગઈ છે. ઈન્ફલ્યુએન્ઝાના કેસ એવા સમયે સામે આવી રહ્યા છે, જ્યારે દેશ 3 વર્ષ બાદ કોરોના મહામારીમાંથી બહાર આવ્યો છે. બાળકો અને વૃદ્ધો વધુને વધુ વાયરસનો શિકાર બની રહ્યા છે. ડોકટરોના જણાવ્યા મુજબ, ઈન્ફલ્યુએન્ઝાના મોટાભાગના દર્દીઓમાં સમાન લક્ષણો હોય છે. જેમ કે ઉધરસ, ગળામાં ચેપ, શરીરમાં દુખાવો, નાકમાંથી પાણી વહેવું વિગેરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp