પતિએ પત્નીના શરીરના 6 ટુકડા કરી નદીમાં ફેંકી દીધા, હત્યાનું કારણ ચોંકાવનારું છે
ઓડિશાના ગંજમ જિલ્લામાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાંખી, લાશને ઠેકાણે પાડવા માટે પતિએ પત્નીના શરીરના 6 ટુકડાં કરી નાંખ્યા અને રુશુકુલ્યા નદીમાં ફેંકી દીધા હતા. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે અને હવે બોર્ડી પાર્ટની નદીમાં શોધખોળ ચાલી રહી છે.
પ્રારંભિક તપાસ બાદ પોલીસે કહ્યું કે જઘન્ય હત્યાની ઘટના ગંજમ જિલ્લાના ભગવાનપુર ગામમાં બુધવારે રાત્રે બની હતી. પોલીસે કહ્યું કે ભગવાનપુરમાં રહેતા નારાયણ મુલીના 3 મહિના પહેલા બુલી નામની યુવતી સાથે લગ્ન થયા હતા. બંનેએ સ્થાનિક મંદિરમાં સાત ફેરા લીધા હતા.22 વર્ષની બુલી જગીલીપદર ગામની રહેવાસી હતી.
28 વર્ષનો નારાયણ મુલી મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો.નારાયણને બિઝનેસ કરવો હતો અને તેણે તેના માટે પોતાની પત્ની બુલી પાસે સોનાની ચેઇનની માંગણી કરી હતી, જે બુલીએ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આ વાતથી નારાજ થયેલા નારાયણે પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું.
પત્નીની હત્યા કર્યા પછી પોતે પોલીસના હાથમાં ન આવે તેના માટે નારાયણે કુહાડીના ઘા મારીને બુલીના શરીરના 6 ટુકડાં કરી નાંખ્યા અને રુશિકુલ્યા નદીમાં પધરાવી દીધા હતા.
પત્નીના અંગોને નદીમાં ફેંકીને આવ્યા પછી નારાયણ નિરાંતે ઘરે આવી ગયો હતો. લોકોએ પત્ની વિશે પુછ્યું તો નારાયણે કહ્યુ કે, ગુમ થઇ ગઇ છે.જ્યારે બુલીના માતા-પિતાને ખબર પડી તો તેઓ જમાઇ પાસે ગયા હતા. નારાયણે પોતાના સાસુ-સસરાને પણ એમ જ કહ્યુ કે, બુલી ગુમ થઇ ગઇ છે.
બુલીના પરિવારના લોકોને શંકા જતા તેમણે પોલીસને ફરિયાદ કરી હતી.બુલીની માતાએ પોલીસમાં પોતાના જમાઇ સામે જ ફરિયાદ નોંધાવી. પોલીસે નારાયણની પુછપરછ કરી તો તે પોલીસને પણ ઉઠા ભણાવતો હતો.પરંતુ જ્યારે પોલીસે પોતોના સ્ટાઇલમાં પુછપરછ કરી તો નારાયણ ભાંગી પડ્યો હતો અને પોતાનો ગુનો કબુલી લીધો હતો.
પોલીસે કહ્યું કે પતિ નારાયણે ગુનો કબુલી લીધો છે અને તેણે કહ્યુ કે પત્ની બુલીની હત્યા પછી પુરાવાનો નાશ કરવા માટે તેણે કુહાડીના ઘા મારીને પત્નીના શરીરના 6 ટુકડા કરી દીધા હતા અને પછી નદીએ જઇને ફેંકી આવ્યો હતો. ગંજમના SP જગમોહન મીનાએ કહ્યું કે ફાયર અને સ્થાનિક લોકોની મદદથી બોડી પાર્ટ શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp