પતિ ઘર જમાઇ રહેવાની ના પાડતો હતો,પત્નીએ પુત્ર અને તેના મિત્ર સાથે મળી પતાવી દીધો

PC: bhaskar.com

ઘરજમાઇ બનવાનો વારંવાર ઇન્કાર કરી રહેલા પતિનું પત્નીએ તેના પુત્રની સાથે મળીને કાસળ કાઢી નાંખ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પત્નીનો પિયર પક્ષ ધનાઢ્ય હતો અને પત્નીને કોઇ ભાઇ નહોતા એટલે પત્ની પોતાના પતિને ઘરજમાઇ તરીકે રહેવા માટે દબાણ કરતી હતી.

જોધપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિ ઘરજમાઇ રહેવા તૈયાર નહોતો તો એ વાતથી નારાજ પત્નીએ પોતાના પુત્ર અને પુત્રના મિત્રની મદદથી પતિને લાઠી અને લોખંડના સળિયાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મહિલાના ઘરથી માત્ર 500 મીટરના અંતરે પતિની લાશ મળી આવી હતી.

જોધપુરના ગ્રામીણ SP નવાબ ખાંએ જણાવ્યું હતું કે, એકલખોરીમાં આવેલા શિવનગરમાં રહેતી મહિલા ઇમરતી દેવીએ પોતાના પુત્ર મનીષની સાથે મળીને પતિ શૈતાનરામ બિશ્નોઇની લાઠી અને સળિયાથી હુમલો કરીને હત્યા કરી નાંખી હતી. શૈતાનરામની હત્યામાં પુત્રના મિત્ર કૈલાશ ખીચડે મદદ કરી હતી.

પોલીસે કહ્યું હતું કે, રસ્તા પર શૈતાનરામની લાશ પડી હતી અને હાથ પગ તુટેલા હતા અને ગરદન પર પણ ગંભીર રીતે ઇજા પહોંચી હતી. શૈતાનરામને અધમૂઓ છોડીને હત્યારા ફરાર થઇ ગયા હતા. સવારે જ્યારે લોકોએ શબને જોયું ત્યારે પોલીસને જાણ કરી હતી.

પોલીસે કહ્યું હતું કે, શૈતાનરામનું સાસરું તેમના ઘરથી માત્ર અડધો કિલોમીટર દુર હતુ. શૈતાનરામના 5 ભાઇઓ છે અને દરેક ભાઇઓના હિસ્સામાં 5-5 વિઘા જમીન આવે છે. જ્યારે પત્ની ઇમરતીને કોઇ ભાઇ નથી અને તેણીના ભાગમાં લગભગ 20 વિઘા જમીન આવે છે. ઇમરતી તેના પતિ શૈતાનરામને પોતાના પિયર આવીને ઘરજમાઇ તરીકે રહેવા માટે દબાણ કરતી હતી અને પુત્ર પણ એવું ઇચ્છતો હતો કે પિતા સાસરામાં ઘરજમાઇ તરીકે રહે.

ઘણી વખત ઇમરતીના પિયર પક્ષના લોકો અને ગામના વૃદ્ધ લોકોએ પણ શૈતાનરામને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ શૈતાનરામને ઘરજમાઇ તરીકે રહેવું મંજૂર નહોતું.

ગામના લોકોના કહેવા મુજબ શૈતાનરામને દારૂ પીવાની આદત હતી અને તેને નશા મૂક્તિ કેન્દ્રમાં પણ લઇ જવાયો હતો.

પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો ખબર પડી કે પત્ની, પુત્ર અને પુત્રના મિત્રએ મળીને હત્યા કરી છે તો ત્રણેયની ધરપકડ કરી હતી. શૈતાનરામની હત્યામાં સામેલ કૈલાસ ખીચડ ઇમરતી દેવીના સગામાં હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp