છત્તીસગઢમાં મહિલાના ઘરની વિજળી કપાઇ, રાહુલ ગાંધીને સવાલ હરિયાણામાં પુછાયો, પછી..

PC: india.postsen.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હરિયાણામાં હતી ત્યારે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીને છત્તીસગઢનો સવાલ પુછવામાં આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર ભારે ગાજી રહ્યો છે.

રાહુલ ગાંધીને સવાલ પુછવામાં આવ્યો હતો કે, છત્તીગસગઢમાં આદિવાસી સામાજિક કાર્યકર સોની સોરીના ઘરની વિજળી કેમ કાપી નાંખવામાં આવી છે? આમ તો રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો કે છત્તીસગઢ જઇને તપાસ કરી લઇશ. પરંતુ રાહુલ ગાંધીને સવાલ પુછાતા ઉત્તરાખંડનું તંત્ર હરકતમાં આવી ગયું હતું અને સાંજ સુધીમાં સોની સોરીના ઘરે વીજળીનું કનેકશન જોડી દેવામાં આવ્યું હતું. ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકાર છે.

હવે તમને એ થશે કે રાહુલ ગાંધીને હરિયાણમાં ઉત્તરાખંડમાં રહેતી સોની સોરીના ઘરની વીજળી અંગે સવાલ પુછાયો તો આ સોની સોરી છે કોણ? સોની સોરી ઉત્તરાખંડની એક આદિવાસી સામાજિક કાર્યકર છે. તે એક શાળામાં શિક્ષિકા હતી, પરંતુ વર્ષ 2011માં દંતેવાડા પોલીસે તેની નક્સલવાદીઓને મદદ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સોની સોરી અને તેનો ભત્રીજો લિંગારામ કોડોપી એસ્સાર કંપની વતી 15 લાખ વસૂલવા પલનાર ગામના સાપ્તાહિક બજારમાં આવ્યા હતા.

તેમણે આ રકમ નક્સલવાદીઓને પહોંચાડવાની હતી. પોલીસે ત્યાં દરોડો પાડ્યો, જ્યાં એસ્સારના કોન્ટ્રાક્ટર અને મેનેજર 15 લાખ સાથે ઝડપાઇ ગયા હતા. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે સોનીને જામીન આપ્યા હતા. ત્યારથી, સોની માનવાધિકાર ઉલ્લંઘનના કેસોમાં અવાજ ઉઠાવી રહ્યા છે. ગયા વર્ષે NIA કોર્ટે સોની સોરીને આ કેસમાં નિર્દોષ જાહેર કરી હતી.

સોની સોરી નિદોર્ષ જાહેર થયા પથી સરકાર પાસે પોતાની નોકરી પાછી માંગી રહી છે અને તેના વિરોધમાં તેણે પોતાના ઘરનું વીજળી બિલ ભરવાનું બંધ કરી દીધું છે. છેલ્લે સોની સોરીએ ફેબ્રુઆરી 2022માં વીજળી બિલ ભર્યું હતું. સોની સોરીએ અત્યાર સુધીમાં વીજળી કંપનીને 25,000 રૂપિયા બિલ ભર્યું નથી એટલે ગયા મહિને તેના ઘરનું કનેકશન કાપી નાંખવામાં આવ્યું હતું. હવે રાહુલ ગાંધીને સવાલ પુછાયો તો તંત્રએ કનેકશન તો જોડી દીધું છે, પરંતુ 15 દિવસમાં બિલ ભરી દેવાની સુચના પણ આપી છે. મતલબ કે 15 દિવસમાં બિલ ભરવાની શરતે સોની સોરીના ઘરે કનેકશન જોડી દેવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp