વકીલ પર કૂતરાઓનો હુમલો, સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, જાણો CJIનો જવાબ
રખડતા કૂતરાઓનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન CJI DY ચંદ્રચુડે એક વકીલને પાટા બાંધેલી જોયા અને પૂછ્યું શું થયું? જેના પર વકીલે જવાબ આપ્યો કે 5 કૂતરાઓએ મને ઘેરી લીધો અને ઘાયલ કર્યો. CJIએ વકીલને પૂછ્યું કે, ક્યાં થયું આ, શું ઘરની નજીક થયું? તો વકીલે હકારમાં જવાબ આપ્યો. આના પર CJI ચંદ્રચુડે તાત્કાલિક મદદ માટે કહ્યું અને પૂછ્યું કે શું તેમને કોઈ તબીબી મદદની જરૂર છે. જો જરૂરી હોય, તો અમે રજિસ્ટ્રીને તમને હમણાં જ લઈ જવા માટે કહી શકીએ છીએ.
દરમિયાન, હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ આ મામલે દરમિયાનગીરી કરી અને કહ્યું કે, આ એક ગંભીર ખતરો છે. તેણે કહ્યું કે, હાલમાં જ ઉત્તર પ્રદેશમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક બાળકને કૂતરાં કરડ્યા હતા. સામાન્ય રીતે આપણે બહુ કાળજી લેતા નથી. એકવાર બાળકને હડકવા હોવાનું નિદાન થતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડૉક્ટરે કહ્યું કે, કંઈ થઈ શકે તેમ નથી. તે બાળક તેના પિતાના ખોળામાં મરી રહ્યો હતો.
આ સાંભળીને CJI DY ચંદ્રચુડે પણ મામલો આગળ વધાર્યો અને કહ્યું કે, બે વર્ષ પહેલા મારા કાયદા ક્લાર્ક પર પણ રસ્તાના કૂતરાઓએ હુમલો કર્યો હતો, જ્યારે તે પોતાની કાર પાર્ક કરી રહ્યો હતો. SGએ કહ્યું કે હા, એક નાના બાળક પર પણ કૂતરાએ હુમલો કરતા તે મરવાની હાલતમાં પહોંચી ગયો હતો. SGએ કહ્યું કે, ડૉક્ટર અને પિતા તે દરમિયાન સંપૂર્ણપણે લાચાર હતા. આ દરમિયાન, વરિષ્ઠ વકીલ વિજય હંસારિયાએ CJI ચંદ્રચુડને 'રસ્તા પર કૂતરાઓની સમસ્યા' ના નિવારણ માટે જાતે જ પગલાં લેવા વિનંતી કરી, જેના પર CJIએ કહ્યું કે, અમે તે જોઈશું. સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે, કૂતરાઓના હુમલા ખતરો બની રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, દેશમાં કૂતરા કરડવાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં રખડતા કૂતરાઓ કરડવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. શેરીમાં રખડતા કૂતરા અને પાળેલા કૂતરા રસ્તામાં ગમે ત્યારે કોઈને પણ કરડે છે. ગાઝિયાબાદમાં એક કિશોરના મોત પછી આ મામલો વધુ જોર પકડી રહ્યો છે.
ઘણી ઊંચી પોશ ઇમારતોમાં, કૂતરાઓને લઈને રહેવાસીઓ વચ્ચે રોજેરોજ ઝઘડાઓ થતા જોવા મળી રહ્યા છે. ઘણી વખત મામલો કોર્ટ અને પોલીસ સુધી પહોંચે છે, જ્યારે ઘણી વખત સ્થાનિક સ્તરે તેની ચુપચાપ પતાવટ થઇ જાય છે. G-20 દરમિયાન દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને મોટી સંખ્યામાં રખડતા કૂતરાઓ જપ્ત કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp