મદદ કરવા ધનવાન હોવું જરૂરી નથી બસ ઈરાદો હોવો જોઈએ
વૃદ્ધાવસ્થામાં અથવા અમુક ઉંમર પછી, દરેક વ્યક્તિએ આરામ કરવાની જરૂર હોય છે. પરંતુ, દેશમાં એવા ઘણા લોકો છે જે વૃદ્ધ થયા પછી પણ કામ કરવાનું છોડતા નથી. તેમાંથી કેટલાક આ નિર્ણય પોતાની સ્વતંત્ર ઇચ્છાથી લે છે. અથવા તો, ઘણા લોકોને આવું કરવા માટેની પોતાની મજબુરી હોય છે. આવા લોકોને બે વખતના ખાવા માટે કામ કરવું પડતું હોય છે, અથવા ઘર છોડવું પડતું હોય છે, કામ શોધવા માટે કે કામ માંગવા માટે.
જેણે ખરા તડકાના બપોરે સખત પરસેવો પાડ્યો હોય, તે જ કહી શકે કે, બે વખતનું ખાવાનું મેળવવા માટે કેટલી મહેનત કરવી પડે છે. તાજેતરમાં, આવો જ એક હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ ભારે સામાનથી ભરેલી રિક્ષા ગાડીને ખેંચી રહ્યો છે. વીડિયોમાં આગળ જે જોવા મળે છે તે જોઈને ચોક્કસ તમારૂ દિલ પણ હચમચી જશે. માનવતાથી ભરેલો આ વીડિયો જોઈને લોકો તે વ્યક્તિના વખાણ કરતાં થાકતા નથી.
એક ઉંમર પછી, જ્યારે શરીર આરામ માંગે છે, ત્યારે મોટાભાગના લોકો લોહી અને પરસેવો વહાવીને બે વખતનું ખાવાનું કમાઈ શકતા હોય છે. આવા હ્રદય સ્પર્શી અને ઈમોશનલ સ્ટોરીના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે, પરંતુ તેમાંના કેટલાક લોકો દિલ જીતી લેતા હોય છે. માનવતાથી ભરપૂર આવો જ એક વીડિયો આ દિવસોમાં ઈન્ટરનેટ પર સામે આવ્યો છે, જેમાં એક માણસ ખરા તડકામાં એકલો, ભારે માલસામાનથી ભરેલી હાથલારીને ખેંચતો જોવા મળે છે. આ દરમિયાન, પાછળથી આવી રહેલ એક લોડિંગ ઓટો રિક્ષા ચાલક માલ ભરેલી હાથલારીને ખેંચવામાં એ વૃદ્ધ વ્યક્તિને મદદ કરતો જોવા મળે છે.
વાયરલ રીલમાં જોઈ શકાય છે કે, એક વૃદ્ધ વ્યક્તિ તેની ક્ષમતા કરતા વધુ વજન મૂકીને હાથલારીને ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ કામ કરવામાં તેને ઘણી તકલીફ પડી રહી છે. પરંતુ કોઈક રીતે, પૂરા બળથી, તે સામાનથી ભરેલા ગઠ્ઠાને ખેંચવાનો પ્રયાસ કરે છે. એટલામાં એક ઓટો ડ્રાઈવર તેને પરેશાન થતો જોઈને દયા આવે છે. અને તે પાછળથી આવે છે અને ઓટોના આગળના વ્હીલને ઉપાડે છે અને હાથલારીને ટેકો આપે છે. સ્પીડ મળતાં જ હાથલારી દોડવા લાગે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને ઘણો જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. એક દિવસ પહેલા શેર કરાયેલા આ વીડિયોને 2 લાખ 14 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, 'ઉદારતા અને માનવતાથી મોટું કંઈ નથી.' જે લોકોએ આ વીડિયો જોયો છે, તેઓ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'શાનદાર, મારો દિવસ સુધરી ગયો.' અન્ય એક યુઝરે લખ્યું, 'હાર્ટ ટચિંગ વીડિયો.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp