- National
- પરણેલી યુવતીએ ઘરેથી ભાગીને પ્રેમી સાથે લગ્ન કર્યા, પરિવારે યુવકનું નાક કાપ્યું
પરણેલી યુવતીએ ઘરેથી ભાગીને પ્રેમી સાથે લગ્ન કર્યા, પરિવારે યુવકનું નાક કાપ્યું
રાજસ્થાનના નાગૌરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરણેલી પ્રેમિકાને ભગાવીને લઇ જવાના આરોપમાં યુવતીના પરિજનોએ પહેલા યુવકને માર માર્યો અને તેનું નાક કાપી નાખ્યું. કહેવાઇ રહ્યું છે કે, યુવક અને યુવતી બન્ને પહેલાથી જ પરણેલા છે અને ઘણા લાંબા સમયથી તેમનું લવ અફેર ચાલી રહ્યું હતું. આ ઘટના બન્યા બાદ વિસ્તારમાં ધમાલ મચી ગઇ છે.
વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસે પોતાની કામગીરી શરૂ કરી દીધી છે અને પાંચ આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. કહેવાઇ રહ્યું છે કે, આરોપીઓએ પહેલા યુવકને ખૂબ માર્યો અને પછી ઘાસ કાપનાના દાતરડાથી તેનું નાક કાપી નાખ્યું. આ દરમિયાન યુવક તફડતો રહ્યો અને તેને છોડી દેવાની ભીખ માગી રહ્યો હતો.

પણ આરોપીઓ તેને છોડી ન હોતા રહ્યાં. પીડિતે કહ્યું કે, સ્થાનિક લોકોએ તેને લોહીલુહાણ હાલતમાં તરત જ એક હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. જ્યાં તે હોસ્પિટલમાં ડોક્ટરોએ પ્રાથમિક સારવાર પછી તેને અજમેરની હોસ્પિટલમાં જવા માટે કહ્યું. ત્યારબાદ હોસ્પિટલમાંથી પોલીસને સૂચના આપવામાં આવી અને ફરિયાદ નોંધવામાં આવી.
આ કેસ વિશે એએસપી ગણેશા રામ ચૌધરીએ કહ્યું કે, રવિવારની રાતે હમીદ મિરાસીના રહેવાસી પરબતસરે પોતાની ફરિયાદમાં પોલીસને કહ્યું કે, તે પોતાના ઘરે બેઠો હતો. આ દરમિયાન પાંચથી સાત યુવક તેના ઘરે આવી પહોંચ્યા અને તેની પ્રેમિકાને ઉઠાવીને પોતાની સાથે લઇ ગયા. યુવક અને યુવતી બન્નેને પહેલા તો ખૂબ માર માર્યો અને પછી દાતરડાંથી યુવકનું નાક કાપી નાખ્યું.

આ કેસમાં પોલીસે પ્રેમિકાના ચાર ભાઇ અને તેના પિતાની ધરપકડ કરી લીધી છે. હાલ કાર્યવાહીના સ્વરૂપમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. પીડિત યુવકને અન્ય લોકો દ્વારા ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક ઉપચાર કરાયા પછી તેને અજમેરની હોસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, આ કેસની ગંભીરતાને જોતા પોલીસ કેસની તપાસ બારીકાઇથી કરી રહી છે. કોઇપણ આરોપીઓને છોડવામાં ન આવશે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય એ રીતે તપાસ હાથ ધરવામાં આવી છે.

