દીકરીને હિરોઈન બનાવવા મા એવી દવાઓ ખવડાવતી કે માસૂમે હેલ્પલાઇનની મદદ માગવી પડી

PC: livehindustan.com

ફિલ્મ લાઈનની ઝળહળતી દુનિયામાં દરેક લોકોને એકદમ સારું સારું જ દેખાય છે, તેના દ્વારા મળતી ખ્યાતિ, પૈસાથી ઘણા લોકો અંજાય જાય છે. પરંતુ તેની પાછળ રહેલી સંઘર્ષની કહાની કોઈ ભાગ્યે જ જાણતું હોય છે. ઘણા લાલચુ લોકો આ ઝળહળાટ જોઈને પોતે અથવા પોતાના કોઈને આ ફિલ્મ લાઈનમાં જવા માટે પ્રેરિત કરતા હોય છે, અને તેના માટે કઈ પણ કરી છૂટતા હોય છે, અહીં એક એવો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે, જેને આપણે વિગતવાર જાણીએ...

એક માતા પોતાની દીકરીને હિરોઈન બનાવવાની જીદમાં તેને હોર્મોન્સની ગોળીઓ ખવડાવતી હતી. આનાથી તેમના સ્વાસ્થ્ય પર ઘણી ઉંધી અસર પડી હતી. છોકરીની ઉંમર માત્ર 16 વર્ષની છે અને તેની માતા લગભગ ચાર વર્ષથી આ દવા તેને આપી રહી હતી. પીડાથી પરેશાન થઈને તેણે ગુરુવારે ચાઇલ્ડલાઇનમાં ફરિયાદ નોંધાવી, જેના પગલે આંધ્રપ્રદેશના બાળ અધિકાર સંરક્ષણ કમિશનએ તેને બચાવીને લઇ આવ્યા હતા.

11મા ધોરણમાં ભણતી છોકરીએ આરોપ લગાવ્યો કે, 'મારી માતા મને કેટલીક ગોળીઓનો ઓવરડોઝ આપતી હતી. જ્યારે હું આ ગોળી ખાતી હતી ત્યાર પછી હું બેહોશ થઈ જતી હતી. બીજે દિવસે મારુ શરીર ફૂલી જતું હતું. તેના કારણે મને ખુબ પીડા થતી હતી. તેની અસર મારા અભ્યાસ પર પણ પડે છે.' ફિલ્મ નિર્માતા હોવાનો દાવો કરનાર વ્યક્તિ જે તેના ઘરે આવ્યો હતો, તેની સાથે સબંધ બનાવવાની પણ બળજબરી કરી હતી.

યુવતીએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, 'મારું ઇન્ટરમીડિયેટ પૂરું કર્યા પછી તે મને ફિલ્મ નિર્દેશકો અને નિર્માતાઓ સાથે કામ કરવા માટે તૈયાર કરવા માંગે છે. જ્યારે પણ હું એ દવા લેવાની ના પાડું છું ત્યારે તે મને માર મારે છે. તે મને વીજ કરંટ આપવાની ધમકી પણ આપતી હતી. સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના અધ્યક્ષ કેસલી અપ્પા રાવની અધ્યક્ષતાવાળી બાળ કલ્યાણ સમિતિએ શુક્રવારે પોલીસ અધિકારીઓને સાથે લઇને છોકરીના ઘરે જઈને છોકરીને બચાવી હતી.

છોકરીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પિતા રાજેશ કુમારે તેની માતાને છૂટાછેડા આપી દીધા હતા. તે પછી તેણે બીજા લગ્ન કર્યા. થોડા વર્ષો પછી તેમનું અવસાન થયું હતું.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ, અપ્પા રાવે જણાવ્યું કે, યુવતીએ પહેલા 112 નંબર ડાયલ કર્યો, પરંતુ કોઈ મદદ ન મળી. ત્યાર પછી તેણે ગુરુવારે અન્ય વ્યક્તિની મદદથી ચાઈલ્ડલાઈન નંબર 1098 ડાયલ કર્યો હતો. આયોગે મહિલા વિરુદ્ધ કેસ નોંધવા માટે સગીરની ફરિયાદ પોલીસને સોંપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp