સાસુ પોતાના જ જમાઈના પ્રેમમાં પડી, પતિને આ રીતે ચકમો આપીને ભાગી ગઈ

PC: twitter.com

કહેવાય છે કે પ્રેમ એ બે હૃદય વચ્ચેનો શુદ્ધ સંબંધ છે. પ્રેમની આ અનોખી શક્તિ છે કે પ્રેમમાં ડૂબેલી વ્યક્તિ કોઈપણ મર્યાદામાંથી પસાર થઈ જાય છે. એવું પણ કહેવાય છે કે પ્રેમમાં ન તો ઉંમરની મર્યાદા હોય છે કે ન તો સંબંધ, બસ થાય છે અને ક્યારે કોની સાથે થઈ જાય છે તે ખબર નથી. પરંતુ જ્યારે પ્રેમની આ વાર્તા સંબંધોના આદર અને ગરિમાને પાર કરે છે, ત્યારે સમાજમાં તેને કોઈપણ કિંમતે સ્વીકારવામાં આવતી નથી.

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં જમાઈ અને સાસુ વચ્ચે પ્રેમ અને પછી બંને સાથે ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. જમાઈએ પહેલા સસરાને ખૂબ દારૂ પીવડાવીને બેભાન કર્યા અને પછી સાસુ સાથે ફરાર થઈ ગયો. બાદમાં હોશમાં આવતા પીડિતે પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. ઘટના સિરોહી જિલ્લાના અનાદરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, અહીંના સિયાકરા ગામમાં એક સાસુને તેના જમાઈ સાથે પ્રેમ થઈ ગયો. મહિલાના પુત્રીના પતિ સાથે જ અવૈધ સંબંધો હતા. 40 વર્ષની સાસુ તેના 27 વર્ષના જમાઈ સાથે લગ્ન કરવા માગતી હતી. બંનેએ ઘરેથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો. 30 ડિસેમ્બરના રોજ પ્લાન મુજબ બંને ભાગી ગયા હતા.

પીડિત વ્યક્તિએ કહ્યું કે, તેણે પુત્રીના લગ્ન મામાવલી નિવાસી નારાયણ જોગી સાથે કર્યા હતા. લગ્ન પછી દીકરી અને જમાઈનું ઘરે આવવા-જવાનું થતું રહેતું હતું. 30 ડિસેમ્બરે જમાઈ ઘરે એકલા આવ્યા ત્યારે તેમની સાથે પાર્ટી કરી હતી. આ દરમિયાન જમાઈએ તેને ખૂબ દારૂ પીવડાવ્યો હતો. તે ખૂબ જ નશામાં આવી ગયો હતો અને તે ઘરમાં જઈને સુઈ ગયો. પછી જયારે ઉંઘ ઉડી ત્યારે પત્ની અને જમાઈ ઘરમાંથી ગાયબ હતા.

રમેશે તેની પત્નીની અહી-ત્યાં શોધખોળ કરી પરંતુ તે મળી ન હતી. જે બાદ રમેશે તપાસ કરતાં ખબર પડી કે તેની પત્નીને તેનો જમાઈ નારાયણ સમજાવી પટાવીને ભગાડી ગયો હતો. રમેશની દીકરી મામાવલી તેના સાસરે હતી. જે બાદ સસરાને સમગ્ર ઘટનાની જાણ થઈ. આના પર તે પોલીસ પાસે પહોંચ્યો અને જમાઈ વિરુદ્ધ ફરિયાદ આપી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.

સ્ટેશન ઈન્ચાર્જ બલભદ્ર સિંહે કહ્યું કે, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં મહિલાને ત્રણ પુત્રી અને એક પુત્ર હોવાનું બહાર આવ્યું છે. ચારેય બાળકો પરિણીત છે. જમાઈ પણ ત્રણ બાળકોના પિતા હતા. સાસુ ઉપરાંત જમાઈ પોતાની એક દીકરીને પણ સાથે લઈ ગયો છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp