3 બાળકોની માતાએ જેઠને દિલ આપ્યું,અંધારાનો ફાયદો ઉઠાવી ભાગ્યા,પતિને બનાવ્યો મૂર્ખ

PC: livehindustan.com

UPના રામપુરમાં લોહીના સબંધ ને શરમાવે અને સામાજિક વ્યવસ્થાના ટુકડા કરી નાખે તેવો એક કિસ્સો બન્યો હતો. અહીં એક પરિણીત મહિલાએ અંધારાનો ફાયદો ઉઠાવીને કંઈક એવું કર્યું કે જેની ચર્ચા આખા ગામમાં થઈ રહી છે. આ પરણિત મહિલાને તેના જેઠ સાથે પ્રેમ થઈ ગયો. જેઠ પણ તેના નાના ભાઈની પત્નીને પ્રેમ કરવા લાગ્યો. બંનેને ત્રણ-ત્રણ બાળકો પણ છે. બંને વચ્ચેનો પ્રેમ એટલો બધો વધી ગયો કે મહિલાના પતિને તેની જાણ સુધ્ધાં પણ ના થઇ. મહિલા હવે તેના જેઠ સાથે રહેવા માંગતી હતી. મહિલાએ તેના જેઠ સાથે મળીને ભાગી જવાનો પ્લાન બનાવ્યો અને એક રાત્રે બંને ભાગી ગયા. પ્રેમી-પ્રેમિકા 10 દિવસ પછી પરત ફર્યા અને સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા. આ વિગતની જાણ થતાં તેના પરિવારના સભ્યો અને તેનો પતિ પણ પોલીસ સ્ટેશન આવ્યા હતા, પરંતુ પ્રેમમાં પાગલ બનેલી મહિલા તેના જેઠ સાથે જવાની જીદ પર મક્કમ રહી હતી. ઘણા કલાકોની સમજાવટ કર્યા પછી પણ મહિલાએ તેની જીદ પુરી કરી અને તેના જેઠની સાથે ચાલી ગઈ.

આ મામલો કોતવાલી વિસ્તારના એક ગામનો છે. જ્યાં ગામના રહેવાસીની પત્નીને તેના જ જેઠ સાથે પ્રેમસંબંધ થઇ ગયો હતો. અહીં તમને જણાવી દઈએ કે મહિલાને ત્રણ બાળકો છે અને તેના જેઠને પણ ત્રણ બાળકો છે. તો પણ બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો, બંને દસ દિવસ પહેલા ઘરેથી રાત્રીના અંધારાનો લાભ ઉઠાવીને કોઈને જાણ કર્યા વગર ભાગી ગયા હતા. મહિલાના પતિ અને જેઠના પરિવારજનોએ બંનેની ઘણી શોધખોળ કરી, પરંતુ તેઓ ક્યાંય મળ્યા ન હતા. શનિવારે બપોરે મહિલા અને પ્રેમી જેઠ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ વિશે સમાચાર મળતાં જ મહિલાનો પતિ, બાળકો અને ભાઈ-ભાભીના પરિવારવાળાઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા. જ્યાં મહિલાના પતિએ સામાજિક શરમ અને તેની સાથે લગ્નના બંધનનો ઉલ્લેખ કરીને પત્નીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ જેઠના પ્રેમમાં પાગલ મહિલા તેના પતિ સાથે ત્રણ બાળકોને પણ છોડી દેવા તૈયાર થઈ ગઈ હતી.

બીજી તરફ જેઠ પણ મહિલાને સાથે લઈ જવા તૈયાર થઇ ગયો હતો. પોલીસ સ્ટેશનમાં ઘણા કલાકો સુધી બંનેને સમજાવવાના પ્રયાસો પણ નિષ્ફળ ગયા. પોલીસે પણ મહિલાને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ મહિલા જેઠના પ્રેમમાં પાગલ થઈને તેની સાથે જ જવા માટે મક્કમ રહી હતી. અહીં તમને જણાવી દઈએ કે, મહિલાનો પતિ મીરગંજ સ્થિત ફેક્ટરીમાં મજૂરી કામ કરતો હતો અને પોતાનું ઘર ચલાવતો હતો. બીજી તરફ મોડી સાંજ સુધી પણ મહિલા રાજી ન થતાં પોલીસે મહિલાને તેની મરજીથી તેના જેઠ સાથે મોકલી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp