અતીક-અશરફની હત્યા બાદ કેમ અચાનક 22 જિલ્લાઓના 800 ફોન બંધ થયા?

PC: ndtv.com

પ્રયાગરાજમાં અતીક-અશરફની હત્યા બાદ સર્વિલાન્સ પર લેવામાં આવેલા 3 હજાર મોબાઈલ ફોન બંધ થઈ ગયા છે. STFઉમેશ પાલની હત્યાના કેસમાં ફરાર શૂટરો અને મદદગારોની તપાસ માટે આ નંબરોને સર્વિલાન્સ પર લઈને પુરાવા ભેગા કરી રહી છે. અતીક અને અશરફની હત્યા બાદ દૂરના સંબંધીઓ અને સંપર્કમાં રહેનારા હવે ડરમાં આવી ગયા છે. એક સાથે એટલા બધા મોબાઈલ નંબર બંધ થઈ જવાથી તપાસ પણ પ્રભાવિત થઈ રહી છે. જો કે, કોલ ડિટેલના આધાર પર STFએ હવે ખબરીઓની મદદ ફરી લેવાની શરૂ કરી દીધી છે.

24 ફેબ્રુઆરી 2023ના રોજ ઉમેશ પાલની હત્યા બાદ STFએ અસદ, ગુલામ, અરમાન, સાબિર અને શાઈસ્તાને શોધવા માટે 5000 કરતા વધુ મોબાઈલ નંબર સર્વિલાન્સ પર લઈ રાખ્યા હતા. તેનાથી STFને કેટલીક મહત્ત્વપૂર્ણ જાણકારીઓ પણ મળી હતી. ત્યારબાદ STF દિલ્હીમાં 3 મદદગારો સુધી પહોંચી હતી. આ મદદગારોથી જ અસદ અને ગુલામનું લોકેશન મળ્યું હતું. પછી આ લોકોનો અજમેરથી પીછો કરતા ઝાંસીમાં STFએ બંનેને એનકાઉન્ટરમાં ઠાર કરી દીધા.

ત્યારબાદ જ 15 એપ્રિલના રોજ પ્રયાગરાજમાં રિમાન્ડ અવધિમાં માફિયા અતીક અહમદ અને અશરફનું ખુલ્લેઆમ મીડિયા સામે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ ઘટનાથી આખું પ્રયાગરાજ અને અંડરવર્લ્ડ હચમચી ગયું હતું. STFના એક અધિકારીએ જણાવ્યું કે, અતીક અહમદ અને અશરફની હત્યા બાદ 3 દિવસમાં એક એક કરીને લગભગ 800 મોબાઈલ નંબર સ્વિચ ઓફ થઈ ગયા. એટલું જ નહીં તેમાંથી મોટા ભાગના લોકો પોતાના ઘરોથી પણ જતા રહ્યા.

કોઈએ દૂર પોતાના મિત્રોને ત્યાં શરણ લઈ લીધી, તો કોઈ ફરવાની વાત પાડોશીઓને કહીને જતું રહ્યું. STFનું કહેવું છે કે, અચાનક નંબરો બંધ થવાથી ઘણા લોકો રડાર પર હતા, જેમની બાબતે બધુ જાણતા છતા તેમના પર હાથ નાખવામાં આવી રહ્યો નહોતો. એમ એટલે કરવામાં આવી રહ્યું હતું કે કદાચ તેમના સંપર્કમાં કોઈ આરોપી આવી જાય તો તેના સુધી પહોંચી શકાય.

STF અને પ્રયાગરાજ પોલીસે લખનૌ, પ્રયાગરાજ, બારાંબાકી, કાનપુર, ગાઝિયાબાદ, નોઇડા, અજમેર, શાહજહાંપુર, ઝાંસી, હરદોઇ, બરેલી, સહારનપુર, પટના, રાંચી, રાયપુર સહિત 22 જિલ્લાઓના આ નંબર સ્વિચ ઓફ થયા છે. તેમાં કેટલાક નંબર બીજા માફિયા ગેંગ સાથે જોડાયેલા લોકોના પણ હતા. જો કે, અતીક-અહમદની હત્યા બાદ STFએ કેટલાક બીજા નંબરોને સર્વિલાન્સ પર લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp