26th January selfie contest

વોશરૂમ જવા પતિ પાસે માગ્યા 10 રૂપિયા અને પછી પ્રેમી સાથે ભાગી ગઈ નવપરિણીત દુલ્હન

PC: twitter.com/aajtak

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં લગ્ન બાદ માતા વિંધ્યવાસીની મંદિરે દર્શન કરવા પહોંચેલી નવપરિણીત દુલ્હન સાસરાવાળાને છેતરીને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ. વૉશરૂમ જવાની વાત કહીને ગયેલી દુલ્હન જ્યારે ઘણા સમય સુધી પછી ન આવી તો તેની શોધ કરવામાં આવી. જ્યારે તે ન મળી તો પીડિત પતિ વિંધ્યાચલ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસ પાસે મદદ માગી. પોલીસે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે દુલ્હન મંદિરથી પગપાળા પટેંગરા નાળા તરફ ગઈ, પછી તે લાલ રંગની બાઇક પર પ્રેમી સાથે ફરાર થઈ ગઈ.

તેના ભાગવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. જોનપુરના રહેવાસી યુવકના લગ્ન આઝમગઢની રહેવાસી યુવતી સાથે 10 ફેબ્રુઆરી 2023ના રોજ થયા હતા. લગ્ન બાદ સાસરાવાળા નવદંપતીને લઈને 19 ફેબ્રુઆરીના રોજ મા વિંધ્યવાસીનીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. દર્શન કર્યા બાદ પરિવારના લોકો ભોજન કરવામાં વ્યસ્ત હતા. આ દરમિયાન નવપરિણીત દુલ્હને પતિ પાસે વૉશરૂમ જવા માટે 10 રૂપિયા માગ્યા. ત્યારબાદ તે એકલી જ મંદિર બહાર આવી ગઈ.

ઘણો સમય જતો રહ્યો છતા જ્યારે તે પાછી ન ફરી તો પરિવારમાં હાહાકાર મચી ગયો. બધા લોકો નવપરિણીત દુલ્હનને શોધવા લાગી ગયા, પરંતુ ઘણા સમય સુધી શોધ કર્યા બાદ પણ જ્યારે જાણકારી ન મળી તો પતિ વિંધ્યાચલ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ઘટના બાબતે પોલીસને જણાવ્યું. પોલીસે મંદિર જઈને વિસ્તારની તપાસ કરી. ત્યાં લાગેલા CCTV કેમેરાઓની ફૂટેજ જોઈ. તેમાં દુલ્હન ચાલતી પટેંગરા નાળા તરફ જતી નજરે પડી. CCTV ફૂટેજમાં નજરે પડ્યું કે, નાળા પાસે પહેલાથી જ એક યુવક અપાચે બાઇક લઈને ઊભો હતો. યુવક પાસે ગયેલી દુલ્હન થોડી વાત કર્યા બાદ તેની સાથે બાઇક પર બેસીને ફરાર થઈ ગઈ.

ઘટનાને લઈને વિંધ્યાચલ પોલીસ સ્ટેશનના SHO અતુલ રાયનું કહેવું છે યુવકે પત્ની ગુમ થવાની ફરિયાદ કરી હતી. તપાસમાં જાણકારી મળી કે તે કોઈ યુવક સાથે બાઇક પર બેસીને ફરાર થઈ છે. પીડિત પરિવાર તરફથી પોલીસને કોઈ લેખિત ફરિયાદ આપવામાં આવી નથી. જો લેખિત ફરિયાદ આપવામાં આવે છે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. કહેવામાં આવ્યું છે કે જે યુવક સાથે દુલ્હન ફરાર થઈ છે, તે તેનો પ્રેમી છે.

એવી અન્ય એક ઘટના થોડા દિવસ અગાઉ ફિરોઝબાદમાં સામે આવી હતી. અહીં એક નવી દુલ્હન લગ્ન અને પિયરમાંથી વિદાઇ બાદ સાસરે જવાની જગ્યાએ કારમાંથી ઉતરીને બાઇક પર બેસી ગઈ હતી. બંને ત્યાંથી ભાગવા લાગ્યા તો લોકોએ બૂમાબૂમ કરીને તેમને ઘેરી લીધા. ત્યારે પ્રેમી તેને બાઇક પરથી ઉતારીને ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસની હાજરીમાં આખી રાત સમજૂતીનો પ્રયત્ન થયો, પરંતુ અંતે વર, કન્યાને છોડીને પાછો જતો રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp