
પ્રેમ માટે કોઈ વય મર્યાદા હોતી નથી. પ્રેમ કોઈપણ ઉંમરે થાય છે. આવી જ એક લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ લવસ્ટોરી જોયા પછી લાગે છે કે, હા ખરેખર પ્રેમ કોઈ પણ ઉંમરે થઈ શકે છે. તમે આ પહેલા પણ સોશિયલ મીડિયા પર ઘણા લવ સ્ટોરીઝ સાથે જોડાયેલા વીડિયો જોયા હશે, કોઈ અજોડા-કજોડા હોય છે, કોઈના રંગમાં મોટો તફાવત હોય, એટલે કે, કોઈ એકદમ કાળો કે કાળી. તે તો એક સમાન વયના હોય તો ચાલી જાય, પરંતુ કોઈ વીડિયોમાં એવા પણ હોય છે કે તેમની વયમાં ખાસ્સો એવો તફાવત જોવા મળતો હોય છે. શહેરોમાં તો આવું જવલ્લે જ બનતું હોય છે, આવું ઊંડાણના ગામડાઓમાં વધુ જોવા મળે છે, તેમાં કોઈના માં બાપની મજબૂરી હોય છે, ક્યાં તો કોઈ છોકરીની ગરીબાઈ તેમાં કારણભૂત બનતી હોય છે. આ વીડિયોએ પણ લોકોને વિચારતા કરી દીધા છે. તમે પહેલા આ વીડિયો વિશે જાણો, પછી તમને આખો મામલો સમજાશે.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી અને એક વૃદ્ધ જોવા મળી રહ્યા છે. છોકરી વૃદ્ધ માણસના ગળામાં ફૂલોની માળા મૂકે છે. આ પછી, વૃદ્ધ વ્યક્તિ પણ છોકરીના ગળામાં ફૂલોની માળા મૂકે છે. વીડિયો જોઈને લાગે છે કે, બંને વચ્ચે લગ્ન થઈ રહ્યા છે. બંને એકબીજાને હાર પહેરાવે છે. આ વીડિયોમાં આટલી નાની છોકરીને આટલા વૃદ્ધ માણસ સાથે લગ્ન કરતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, બંનેએ લગ્ન કરી લીધા છે. જો કે, તમને જણાવી દઈએ કે 'Khabar Chhe ડોટ Com' આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આ વિડિયો સ્ક્રિપ્ટેડ હોઈ શકે છે.
આ વીડિયો એક ઈન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો છે. વીડિયોને ઘણા લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે, વીડિયોને 36 હજાર લોકોએ લાઈક કર્યો છે. વીડિયો પર યુઝર્સની ચોંકાવનારી પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે, 'આ બધુ પૈસાની રમત છે.' એક યુઝરે લખ્યું કે, 'આ ઉંમરે લગ્ન કરવાનો કોઈ ફાયદો છે?' જ્યારે, અન્ય એક યુઝરે લખ્યું કે, 'જે છોકરી સાથે લગ્ન કરી રહ્યો છે તેની ઉમર તો ઓછામાં ઓછી જાણવી જોઈએ.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp