કુંવારો સમજીને જેની સાથે લગ્ન કર્યા તે તો 2 સંતાનોનો બાપ નિકળ્યો, દુલ્હો ગાયબ

PC: india.postsen.com

એક ખાનગી બેંકમાં નોકરી કરતા કર્મચારીએ એવો ખેલ કર્યો છે કે વાંચીને તમે કહેશો કે આ તો કોઇ ફિલ્મની સ્ટોરી લાગે છે. બેંક કર્મચારી પહેલેથી પરણિત હતો અને 2 સંતાનોનો પિતા હતો. એ પછી તેની નેપાળ બોર્ડર પાસે ટ્રાન્સફર થઇ અને સોશિયલ મીડિયા પર એક મહિલા સાથે દોસ્તી થઇ. આ ભાઇએ એ મહિલા સાથે પણ લગ્ન કરી લીધા અને પોતે કુંવારો હોવાનું કહ્યું હતું.બેંક કર્મચારીએ સાવચેતી એવી રાખી હતી કે બંને પત્નીઓનો આમનો સામનો ન થાય, પરંતુ એક દિવસ ભાંડો ફુટી ગયો.

બિહારના દરભંગા જિલ્લાના લહેરીયાસરાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિર પાસે રહેતો ગોવિંદ કુમાર એક ખાનગી બેંકમાં નોકરી કરે છે. ગોવિંદે 8 વર્ષ પહેલાં પ્રેરણા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. પ્રેરણા પોતાના સાસુ સસરા સાથે દરભંગામાં રહેતી હતી. પ્રેરણા અને ગોવિંદને બે સંતાનો છે.

એ પછી ગોવિંદની રકસોલમાં ટ્રાન્સફર થઇ હતી. રકસોલ એ ભારત-નેપાળની બોર્ડરનો વિસ્તાર છે. નોકરી દરમિયાન ગોવિંદની સોશિયલ મીડિયા પર નેપાળમાં રહેતી સંગીતા સાથે દોસ્તી થઇ હતી. સંગીતા પણ પરણિત હતી અને તેને પણ બે બાળકો હતા.પરંતુ સંગીતાએ પતિ અને બે સંતાનોને છોડીને ગોવિંદ સાથે  એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા. ગોવિંદે કેટલાંય સમય સુધી પ્રેરણા અને સંગીતા ભેગા ન થાય તેની પુરી કાળજી લીધી હતી.

એ પછી રક્સોલથી ગોવિંદની બીજે ટ્રાન્સફર થઇ અને એ પછી તેણે સંગીતા જોડે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. સંગીતા એક દિવસ બેંક પર પહોંચી હતી અને ગોવિંદના દરભંગાના ઘરનું સરનામું લઇને તેના ઘરે પહોંચી ગઇ હતી. ગોવિંદના ઘરે પત્ની પ્રેરણા અને બે બાળકો હોવાની વાત ખબર પડતા સંગીતાના હોંશ ઉડી ગયા હતા. બીજી તરફ પહેલી પત્ની પ્રેરણા પણ સંગીતાના દાવા પર ચોંકી ઉઠી હતી. પતિએ બંને મહિલાઓને અંધારામાં રાખી હતી.સંગીતાએ કહ્યુ હતું કે ગોવિંદે પોતે કુંવારો હોવાનું કહીને મંદિરમાં લગ્ન કર્યા હતા, સંગીતાએ લગ્નની તસ્વીર પણ બતાવી હતી. સંગીતા ધુંઆફુંઆ થઇ ગઇ હતી કે ગોંવિદે મને દગો આપ્યો છે.

સંગીતા અને પ્રેરણા બંનેએ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરિયાદ નોંધાવી છે.બીજી તરફ ગોવિંદ ફરાર થઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp