- National
- ચાર બહેનોના એકમાત્ર ભાઈનું બાઇક સ્લીપ થવાથી થયું મોત, 8 મહિના પહેલા થયા હતા લગ્ન
ચાર બહેનોના એકમાત્ર ભાઈનું બાઇક સ્લીપ થવાથી થયું મોત, 8 મહિના પહેલા થયા હતા લગ્ન
સોમવારે રાત્રે અબોહરના નાઈ આબાદીમાં રહેતા એક પરિવાર પર દુઃખનો પહાડ પડ્યો જ્યારે ચાર બહેનોના એકમાત્ર ભાઈનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મૃતકના લગ્ન હજુ આઠ મહિના પહેલા જ થયા હતા અને તેની પત્ની હાલ ગર્ભવતી છે. ઠાકર આબાદી ગેટ પાસે ગઈકાલે રાત્રે બનેલા આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. GRP પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના શબઘરમાં મૂકી રાખ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લગભગ 23 વર્ષીય વિશાલનો પુત્ર અમર લાલ એક કંપનીમાં એકાઉન્ટ તરીકે કામ કરતો હતો. સોમવારે રાત્રે 11.15 વાગ્યાના સુમારે તે બજારમાંથી કામ પતાવીને બાઇક પર પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો. જ્યારે તે ઘર પાસેના ઠાકર આબાદી ગેટ પાસે પહોંચ્યો ત્યારે અચાનક જ તેની બાઇકનું બેલેન્સ બગડી જતાં, તે બાઈક પરથી ઉછળીને રોડ પર ફેંકાઈ ગયો અને તેનું માથું રોડ પર અનેકવાર જોરદાર રીતે અથડાયું હતું. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની માહિતી મળતાં જ GRPના ASI જસવંત સિંહે મૃતકની લાશનો કબ્જો લઈને તેને સરકારી હોસ્પિટલના શબઘરમાં મુકાવ્યો હતો.

આ અકસ્માતની જાણ થતાં બાદ મૃતક વિશાલના પરિવારજનોની રડી રડીને હાલત ખરાબ થઇ ગઈ હતી. તેનો પરિવાર તો ઠીક પણ આ અકસ્માતના સમાચાર સાંભળીને તેના ઘરની આજુબાજુ રહેલા લોકોને પણ વિશ્વાસ બેસતો ન હતો. તેના આખા મોહલ્લામાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. તેના મળતાવડા સ્વભાવને કારણે તે આખા મોહલ્લામાં જાણીતો થઇ ગયો હતો. તેના ઘણા બધા મિત્રો પણ અવાક થઇ ગયા હતા. મૃતક વિશાલના પિતાએ જણાવ્યું કે, તેના પુરા પરિવારને વિશાલ પર જ બધી આશા હતી અને ઉપરાંત તે તેની વૃદ્ધાવસ્થાનો સહારો પણ હતો, પરંતુ આ અકસ્માતે તેના ઘરનો દીવો બુઝાવી દીધો. આ અકસ્માતના સમાચાર સાંભળવાના કારણે તેની ગર્ભવતી પત્નીની હાલત ખુબ ખરાબ થઇ ગઈ હતી. યુવાન વયે તેના પતિનું મૃત્યું થતાં તેનું શું થશે તેની ચિંતા અમને સતાવે છે.

