મહિલાને પોલીસે કહ્યું, દુકાનદારે દીકરીનો હાથ જ પકડ્યો છે, રેપ નથી કર્યો

PC: punjabkesari.in

ઉત્તર પ્રદેશના એક પોલીસ સ્ટેશન ઇન્ચાર્જની શરમ જનક હરકત સામે આવી છે. પોતાની સગીર દીકરીનો એક પંચરના દુકાનદારો હાથ પકડી લીધો હતો, મહિલા એ બાબતે પોલીસને ફરિયાદ કરવા ગઇ તો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જે જવાબ આપ્યો તે સાંભળીને તમે ગુસ્સાથી લાલચોળ થઇ જશો. પોલીસ ઇન્ચાર્જે કહ્યુ કે એણે ખાલી તારી દીકરીનો હાથ જ તો પકડ્યો હતો, રેપ થોડી કર્યો છે. એનો મતલબ કે પોલીસ રેપ થાય ત્યાં સુધી રાહ જોશે અને પછી ફરિયાદ નોંધશે. આવા પોલીસવાલાને કારણે જ ગુંડા, લફંગાઓને ખુલ્લું મેદાન મળતું હોય છે.

પોલીસનું કામ સમાજના લોકોની રક્ષા કરવાનું છે અને તેમને સધિયારો આપવાનું છે. તેમાં પણ દીકરીઓની છેડતીના મામલે તો પોલીસે તરત જ  કાર્યવાહી કરવાની હોય છે, પરંતુ કેટલાંક પોલીસ કર્મીએ એવા હોય છે જે ખાખીની ખુલ્લેઆમ ઇજ્જત ઉતારી દેતા હોય છે. એક એવા કિસ્સો સામે આવ્યો છે જે જાણીને આવા પોલીસો સામે તમને નફરત થઇ જશે.

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક મહિલાએ પોલીસ ઇન્સ્પેક્ટર પર અભદ્રતા કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલા પોતાની દીકરી સાથે થયેલી છેડતીની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન ગઇ હતી, આ દરમિયાન મહિલાનો પક્ષ લેવાને બદલે પોલીસ ઇન્સ્પેક્ટરે મહિલાને કહ્યુ કે, એણે તારી દીકરીનો ખાલી હાથ તો પકડ્યો છે, રેપ નથી કરી નાંખ્યો. આ વાત જોઇન્ટ પોલીસ કમિશ્નર સુધી પહોંચી છે અને પોલીસ ઇન્સ્પેકટર સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

જાણવા મળેલી માહિતી મુજબ IIT નાનાકારીમાં રહેતી એક મહિલા પોતાની 9 વર્ષની દીકરી સાથે  થયેલી છેડતીની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગઇ હતી. મહિલાએ પોલીસને ફરિયાદ કરતા કહ્યુ હતું કે 4 સપ્ટેમ્બરના દિવસે તેમની દીકરી તેની બહેનપણી સાથે સાયકલ પર ઘરે આવી રહી હતી તે વખતે સાયકલમાં હવા ઓછી હોવાને કારણે એક સાયકલની દુકાને દીકરી હવા ભરાવવા ગઇ તો દુકાનદારે દીકરીનો હાથ પકડી લીધો હતો.

મહિલાના આટલી વાત  સાંભળીને પોલીસ ઇન્સ્પેકટરે મહિલાની ફરિયાદ લેવાને બદલે ઉલટા મહિલાને ખખડાવી હતી. પોલીસે કહ્યું કે, તારી દીકરીનો એણે ખાલી હાથ જ પકડ્યો છે, રેપ નથી કરી નાંખ્યો કે એને ફાંસી પર ચઢાવી દઉં.પોલીસના આ વર્તનને જ્યારે મહિલા પોતાના મોબાઇલમાં શૂટીંગ કરી રહી હતો તો ઇન્સ્પેકટરે મહિલાનો મોબાઇલ ખૂંચવીને ફેંકી દીધો હતો.

JCP ,આનંદ પ્રકાશ તિવારી

પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જની આવી હરકતથી વ્યથિત થયેલી મહિલાએ જોઇન્ટ પોલીસ કમિશ્નર આનંદ પ્રકાશ તિવારીને વાત કરી હતી. JCPએ મહિલાની વાત શાંતિથી સાંભળી હતી અને પછી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સામે તપાસના આદેશ કર્યા છે. JCPએ કહ્યુ કે, જો મહિલાએ લગાવેલો આરોપ સાચો નિકળશે તો ઇન્સ્પેકટર સામે ખાતાકીય પગલાં લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp