મંદિરમાં નિયમિત આવતી યુવતી સાથે પુજારીએ 7 ફેરા ફર્યા, હવે સાથે રાખવાનો ઇનકાર

PC: twitter.com

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવતી અને પૂજારી ગળામાં માળા પહેરીને અને દીવો પ્રગટાવીને સાત ફેરા ફરી રહ્યા છે. મોબાઇલ પર સાઇડમાં રાખીને વીડિયો બનાવવમાં આવ્યો છે અને પૂજારી યુવતીના માથા પર સિંદુર પણ લગાવી રહ્યો છે. એવું કહેવાય છે કે આ મંદિરમાં નિયમિત આવતી એક યુવતી અને પૂજારી વચ્ચે પ્રેમ પ્રાંગર્યો હતો અને બંનેએ લગ્ન કરી લીધા હતા, પરંતુ હવે પૂજારી યુવતીને રાખવાની ના પાડી રહ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે.

નોઇડાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મંદિરમાં એક યુવતી નિયમિત આવતી હતી. પુજા-અર્ચના માટે યુવતી અને પુજારી બંને નજીક આવ્યા હતા અને પુજારીએ યુવતી સાથે લગ્ન કરી લીધા હતા, પરંતુ હવે પુજારી યુવતીના સાથે રાખવાનો ઇન્કાર કરી દેતા આખલો મામલો પોલીસમાં પહોંચી ગયો છે.

નોઇડાના સેક્ટર સ્થિત ગેઝામાં એક મંદિરમાં યુવતી  નિયમિત પૂજા-અર્ચના કરવામાં આવતી હતી. પૂજા-અર્ચના દરમિયાન બંને નજીક આવ્યા હતા અને પછી બંનેએ લગ્ન કરી લીધા હતા.

નોઇડાના એક મંદિરમાં પૂજા-અર્ચના માટે આવતી યુવતી સાથે પૂજારીએ લગ્ન કરી લીધા હતા, પરંતુ પૂજારી હવે યુવતીને પોતાની સાથે રાખવાનો ઇન્કાર કરી રહ્યો છે. યુવતીએ પોલીસને ફરિયાદ કરી છે. જો કે યુવતીએ વિચિત્ર શરત રાખી છે. યુવતીએ પોલીસને કહ્યું છે કે મારે પુજારી સાથે જ રહેવું છે, તેમની સામે કોઇ પણ પ્રકારનીકાયદાકીય કાર્યવાહી ન કરતા. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં પૂજારી પૂજાના વસ્ત્રોમાં દેખાઇ રહ્યો છે અને સાથે એક યુવતી નજરે પડી રહી છે. બંનેના ગળામાં ફુલોની માળા દેખાઇ રહી છે. મંદિરમાં જ યુવતી અને પૂજારી બંને 7 ફેરા ફરી રહ્યા છે. એ પછી પૂજારી યુવતીના માથે પર સિંદુર લગાવી રહ્યો છે.

પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિંધ્યાચલ તિવારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, આ મામલાની ફરિયાદ પોલીસ પાસે આવી છે અને પોલીસ તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પર યુવતી અને પૂજારીના લગ્નના ફોટો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે અને લોકો પૂજારી પર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp