કમિશન ન આપ્યું તો ભાજપના MLAના પ્રતિનિધિએ રોડ ખોદી નાંખ્યો, કોન્ટ્રાકટરનો આરોપ

ઉત્તર પ્રદેશના ભાજપના એક ધારાસભ્યના પ્રતિનિધિએ લગભગ 7 કિ.મી જેટલો રસ્તો JCBથી ખોદી નાંખ્યો હોવાનુો આરોપ લાગ્યો છે, કારણ એવું છે કોન્ટ્રાકટરે 5 કમિશન આપ્યું નહોતું એટલે ધારાસભ્યના પ્રતિનિધિએ કોન્ટ્રાકટરની કંપનીએ બનાવેલો રોડ ખોદી નાંખ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી સહિત 20 સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 3ની ધરપકડ કરવામાં આવી છે.
જાણવા મળેલી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાની કટરા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય વીર વિક્રમ સિંહના પ્રતિનિધીએ કોન્ટ્રાકટરે કમિશન નહીં આપતા તેણે બનાવેલો 7 કિ.મી. લાંબો રસ્તો JCBની મદદથી ખોદી નાંખ્યો છે. પોલીસે 20 સામે ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અશોક કુમાર મીણાએ કહ્યું હતું કે, જૈતીપુરથી નવાદા થઇને બદાયું જિલ્લા સુધી જનારા હાઇવેનું નિર્માણ કામ ચાલી રહ્યું હતું. આ કામ કરાવી રહેલા સંસ્થાના મેનેજર રમેશસિંહે 3 ઓકટોબરે ફરિયાદ નોંધાવી હતી છે. ફરિયાદમાં આરોપ મુકવામાં આવ્યો છે કે કટરાના ભાજપના ધારાસભ્ય વીર વિક્રમસિંહના પ્રતિનિધિ જગબીર સિંહ 2 ઓકટોબરે તેના પંદરેક માણસોને લઇને આવ્યો હતો અને રસ્તાનું કામ કરી રહેલા કર્મચારીઓની લાઠી-ડંડાથી પિટાઇ કરી હતી, સાથે JCBની મદદથી 7 કિ.મી. રસ્તો ખોદી કાઢ્યો હતો જગબીર સિંહના માણસોએ મશીનોને પણ આગ લગાવી દીધી હતી.
SPએ કહ્યુ હતું કે,3 ઓકટોબરે જગવીર સહિત 20 અજાણ્યા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવા માટે ટીમ બનાવવામાં આવી છે. રમેશ સિંહે ફરિયાદમાં કહ્યું છે કે આ પહેલા પણ જગવીર સિંહ કર્મચારીઓને ધમકી આપીને 5 ટકા કમિશનની માંગ કરતો હતો.
કટરાના ભાજપના ધારાસભ્ય વીર વિક્રમ સિંહે પોતાની સામે લાગેલા આરોપના જવાબમાં કહ્યું હતું કે, કોન્ટ્રાકટરે રસ્તો બનાવવા માટે ખરાબ ક્વોલિટીના સામાનનો ઉપયોગ કર્યો હતો. આ મુદ્દો મેં ઉઠાવ્યો હતો. તેણે જાતે જ રસ્તો ખોદી નાંખ્યો હશે અને વિમો પકાવવા માટે FIR નોંધાવી હશે. વીર વિક્રમ સિંહે કહ્યુ કે જગવીર સિંહ મારો પ્રતિનિધિ નથી, તે ભાજપનો કાર્યકર જરૂર છે. તેમણે કહ્યું કે આ આખા મામલામાં તેમને કોઇ લેવા-દેવા નથી.
જાણવા મળેલી માહિતી મુજબ જગવીર સિંહ અનેક વખત ભાજપના ધારાસભ્ય વીર વિક્રમ સિંહ સાથે જોવા મળતો હોય છે.
એક પોલીસ અધિકારીએ નામ નહીં છાપવાની શરતે કહ્યુ હતું કે રસ્તા બાંધવાનું બજેટ 12 કરોડ રૂપિયા હતું અને એક સ્થાનિક નેતા તેના માટે કમિશનની માંગ કરી રહ્યો હતો. આ ઘટનામાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ મુખ્ય આરોપી જગવીર સિંહ હજુ ફરાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp