લૂંટારુઓ DMની પત્નીની ચેઈન લઈ ગયા, પોલીસે આ રીતે છુપાવી રાખી આખી ઘટના

મધ્યપ્રદેશમાં લૂંટારાઓની હિંમતને દાદ આપવી પડે! એટલું અદભુત કે, જિલ્લાના સૌથી મોટા અધિકારીની પત્નીને પણ લૂંટવામાં છોડી ન હતી. રસ્તાની વચ્ચેથી જ તેમણે તેના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી લીધી અને ગાયબ થઈ ગયા. વરિષ્ઠ અધિકારીની પત્નીની સાથે જ્યારે આવી લૂંટ થઇ ત્યારે પોલીસે બદમાશોની શોધખોળ શરૂ કરી હતી. ઘણી ટીમો ચોરોની શોધખોળમાં લગાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી ન તો લૂંટારુઓ મળ્યા છે કે ન તો સોનાની ચેઈન મળી આવી છે.
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર, આ મામલો મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લા સાથે સંબંધિત છે. શિવરાજ સિંહ વર્મા હાલમાં ખરગોનના કલેક્ટર છે. તેમની પત્ની પુષ્પા સિંહ શહેરના સિરોલ વિસ્તારમાં સ્થિત પોશ ટાઉનશિપ વિન્ડસર હિલ્સમાં રહે છે. તે દરરોજ મોર્નિંગ વોક માટે જાય છે. રોજની જેમ 2 જુલાઇ રવિવારના રોજ પણ સવારે 6.30 કલાકે પુષ્પા સિંહ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા.
ઘણું લાંબુ ચાલ્યા પછી, જ્યારે તે પહાડી વિસ્તારમાંથી પરત ફરી રહી હતી, ત્યારે MPCT કોલેજની સામે વિન્ડસર હિલ્સ રોડ પર એક બદમાશ ચાલતો ચાલતો તેમની પાછળથી આવ્યો. પુષ્પા સિંહ કંઈ સમજે તે પહેલા તેણે ઝપટ મારીને તેના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી લીધી હતી. થોડે દૂર લૂંટારુનો પીછો કરતી વખતે પુષ્પા સિંહે બૂમો પડી હતી, પરંતુ થોડા દૂરના અંતરે તેનો એક સાથી બાઇક ચાલુ રાખીને ઊભો હતો. બદમાશ દોડીને ગયો અને સીધો બાઇક પર બેસી ગયો અને ત્યારબાદ બંને ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
આ અંગે પુષ્પા સિંહે પોલીસને જાણ કરી હતી. ત્યાર પછી પોલીસે બદમાશોની શોધમાં નાકાબંધી કરી હતી. સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિત કુલ ત્રણ ટીમો બદમાશોની શોધમાં લાગી ગઈ છે, CCTV ફૂટેજ પણ સ્કેન કરવામાં આવી રહ્યા છે, પરંતુ 24 કલાકથી વધુ સમય થઇ ગયા પછી પણ બદમાશો પકડાયા નથી.
ઘણા કલાકો વીતી ગયા છે, CCTV વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આ સાથે શહેરમાં અનેક જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જો કે હજુ સુધી પોલીસને સફળતા મળી નથી. લૂંટારુઓ CCTV ફૂટેજમાં દેખાતા છે, લૂંટને અંજામ આપ્યા બાદ લૂંટારુઓ બાઇક મુકીને ભાગી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પોલીસ CCTV ફૂટેજમાં દેખાતા બદમાશોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. કલેક્ટર કચેરી પાછળના VIP વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp