
છત્તીસગઢના બલૌદાબજારના ભાટાપારા સ્થિત સ્વામી આત્માનંદ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં 11મા અને 12મા ધોરણના 104 વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ દ્વારા અનુશાસનહીનતા બદલ એકસાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં આ સમગ્ર મામલો ફેરવેલ પાર્ટી સાથે જોડાયેલો છે. ધોરણ 11ના વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓને ફેરવેલ પાર્ટી આપવામાં આવી હતી, જેના કારણે શાળાના પ્રિન્સિપાલે આ પગલું ભર્યું હતું. આ ફેરવેલ પાર્ટીના કારણે તે સ્કૂલના આચાર્ય કેશવ દેવાંગન ગુસ્સે થઈ ગયા હતાં. એટલું જ નહીં વિદ્યાર્થીઓનું આ કૃત્ય જોઈને તેઓએ પોતાની મનમાની કરી હતી. જો કે, ઉચ્ચ અધિકારીઓ આ ઘટના અંગે કોઈપણ પ્રકારની માહિતી આપવાનું ટાળી રહ્યા છે.
પરવાનગી વિના શાળાની બહાર ફેરવેલ પાર્ટી કરવા બદલ બાળકોને સજા તરીકે સ્કૂલની બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી છે. શાળાના ધોરણ 11 અને 12 ના તમામ વિદ્યાર્થીઓએ સાથે મળીને સ્કૂલની બહાર હોટલમાં વિદાય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ આગને તેઓએ સ્કૂલને જાણ કરી નહતી. આ અંગે માહિતી મળતાં પ્રિન્સિપાલે 22 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ શાળાના 82 વિદ્યાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ સમગ્ર મામલા અંગે પ્રિન્સિપાલ કેશવ દિવાંગને જણાવ્યું હતું કે, બાળકો દ્વારા અનુશાસનહીન વર્તન કરવામાં આવ્યું છે, તેથી તમામ બાળકોને 14 જાન્યુઆરી સુધી સ્કૂલની બહાર કરી દેવામાં આવ્યા છે.
આવો અનોખો કિસ્સો પહેલીવાર સામે આવ્યો છે, જ્યારે ધોરણ 11 અને 12ના તમામ વિદ્યાર્થીઓને શાળામાં એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હશે. સ્કૂલના પ્રિન્સિપાલ કેશવ દેવાંગને જણાવ્યું કે, આ ઘટના શનિવારે બની હતી, જ્યારે 11મા અને 12મા ધોરણના કોઈ પણ વિદ્યાર્થી સ્કૂલ સમય દરમિયાન સ્કૂલે પહોંચ્યા ન હતા. જ્યારે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે, શાળાના કોઈપણ શિક્ષકને જાણ કર્યા વિના, આ બાળકો દ્વારા શાળા બંક કરીને, શાળાની બહાર આવેલી ખાનગી હોટલમાં વિદાય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું,
આના પર પ્રિન્સિપાલ કેશવ દેવાંગને નોટિસ બહાર પાડીને તમામ વિદ્યાર્થીઓને 14 જાન્યુઆરી સુધી સસ્પેન્ડ કરી દીધા છે. તેમણે કહ્યું કે, આ કડક પગલું બાળકોની ગેરશિસ્ત અને સુરક્ષાને લઈને લેવામાં આવ્યું છે. બાળકોના માતા-પિતાને માહિતી આપવામાં આવી છે કે, આ બાબત તેમના ધ્યાન પર આવ્યા બાદ સસ્પેન્શન ખતમ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp