દુકાનમાં ચોરી થઈ, પોલીસ બોલાવાઈ, પછી ચોરનો 'પત્ર' વાંચી માલિકનું હૈયું પીગળી ગયુ

રાજસ્થાનના જેસલમેરમાં ચોરી બાદ એક વ્યક્તિએ 'મહાન કામ' કર્યું છે. આ મહાનતાનો પરિચય તેમણે એક પત્રમાં વર્ણવ્યો છે. વર્ણન એવું છે કે, જે દુકાનમાં ચોરી થઈ તે દુકાનનો માલિક પણ પીગળી ગયો. પોલીસને ફોન કરવા છતાં પણ કેસ નોંધાયો ન હતો. તેથી જ ચોરની આ કળા મહાન જ કહેવાય! જેસલમેરના ભનિયાણા સબડિવિઝન હેડક્વાર્ટરમાં 23 જાન્યુઆરીની રાત્રે એક દુકાનમાં ચોરી થઈ હતી. દુકાન મીઠાઈની છે. ચોર દુકાનમાં ઘુસી ગયો અને મીઠાઈ ખાધી હતી. થોડા પૈસા પણ લઇ ગયો. તે બીજું કંઈક ખાવા માંગતો હતો પણ તે દુકાનમાં ન મળ્યું. ખરેખર! પરંતુ તેણે આ 'ચોરી' પાછળની આખી વાર્તા દુકાનના માલિકને કહી અને પોતે દુકાનદારનો 'અતિથિ' હોવાનું જણાવ્યું.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતાં અહેવાલ મુજબ, દુકાનદાર ગોમારામે પોલીસને જણાવ્યું કે, તેની મીઠાઈઓ અને લગભગ 7 હજાર રૂપિયા પણ ચોરાઈ ગયા છે. પરંતુ તેમ છતાં દુકાનના માલિકે ફરિયાદ નોંધાવી ન હતી. કેમ ન નોંધાવી તે જાણતા પહેલા 'ચોર'નો આ બે પાનાનો પત્ર વાંચી લો.

ચોરે પત્રમાં લખ્યું છે...

'નમસ્કાર સાહેબ, હું એક સારા દિલનો માણસ છું. હું તમારી દુકાનમાં ચોરી કરવા નથી આવ્યો, પણ મારી ઈચ્છા પૂરી કરવા આવ્યો છું. મેં તમારી દુકાનની ઉપરથી ત્રણ ઈંટો કાઢીને અંદર પ્રવેશ કર્યો, તે પણ ખાવા માટે. ગઈ કાલથી મેં ખાવાનું ખાધું નથી, મને ભૂખ લાગી છે, માત્ર એટલા માટે હું તમારી દુકાને પૈસા લેવા નહીં પણ મારી ભૂખ ઓછી કરવા આવ્યો છું.

હું જાણું છું કે તમે ગરીબ છો, તેથી હું તમને આશ્વાસન આપવા માટે આ અરજી લખી રહ્યો છું અને હા, ચોરી કરતી વખતે મને મારા પગમાં થોડી ઈજા થઈ છે. એટલા માટે તમારે આ માટે પણ ચૂકવણી કરવી પડશે. એટલા માટે મેં તમારા પૈસાનો ગલ્લો લઇ લીધો છે.

મેં તમારી દુકાનમાંથી બહુ નથી ખાધું. સફેદ મીઠાઈના બે ટુકડા અને આગરાના પેઠાના બે ટુકડા જ ખાધા છે. જ્યારે હું તમારી દુકાનમાં રાખેલી સેવ શોધી શક્યો નથી.

અને એક છેલ્લી વાત, પોલીસને બોલાવશો નહીં. કારણ કે પોલીસ આવશે અને કંઈ કરી શકશે નહીં, ઉલટું તેઓ તમારી પાસેથી પૈસા લેશે. તેના બાપમાં પણ મને પકડવાની હિંમત નથી. તેઓ મારુ એક પગલું પણ બતાવી શકશે નહીં. હું જીવનભર તમારો આભારી રહીશ, તમે મારી આટલી સેવા કરી છે. 

તમારો મહેમાન.'

દુકાનદારની ફરિયાદના આધારે ભાણિયાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અશોક કુમાર પાસે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન એક પત્ર મળી આવ્યો હતો. તે વાંચ્યા પછી, દુકાનના માલિકે રિપોર્ટ દાખલ કરવાનો નિર્ણય બદલ્યો. તેણે પોલીસને જણાવ્યું કે, તે પોતે ગરીબ માણસ છે. દુકાનમાં થયેલી ચોરીથી તે ખૂબ જ દુઃખી હતો, પરંતુ હવે તે રિપોર્ટ નોંધાવવા માંગતો નથી.

પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અશોક બેનીવાલે પણ જણાવ્યું કે, દુકાન માલિકે કોઈ કેસ નોંધાવ્યો નથી. પરંતુ તો પણ તેઓ ચોરને શોધી રહ્યા છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.