
દેશ આજે ભલે ચંદ્ર પર જવાની તૈયારીઓમાં લાગી ગયો છે, પણ તે વાતમાં શંકાને સ્થાન નથી કે વાર્તાઓ અને ફિલ્મોમાં નાગ અને નાગણના કિસ્સા લોકોમાં આજે પણ ચર્ચાનો વિષય છે. મુઝફ્ફરનગરના એક ગામમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક નાગણના 80 ઇંડા મળ્યા બાદ લોકોમાં અચરજ જોવા મળી રહ્યું છે. ગામવાસીઓએ નાગણને મારી નાખી હતી, પણ નાગણના મોત બાદ ઘરમાંથી નાગણના 80 ઇંડા મળ્યા અને લોકો ચોંકી ઉઠ્યા હતા. મૃત નાગણ અને તેના ઇંડાને જમીનમાં દાટ્યા પછી પણ લોકો ડરેલા છે. ડરેલા લોકોનું કહેવું છે કે, 5 વર્ષ પહેલા આ જ ગામમાં એક નાગણે નાગની હત્યાનો બદલો એક કિશોરને ડંખ મારીને લીધો હતો.
નાગને મારી નાખ્યા પછી નાગણનો બદલો લેવો અને તેના ગુસ્સાથી બચવાની વાર્તાઓ લોકો પાસેથી સાંભળવા મળે છે. ચરથાવલ પોલીસ મથક ક્ષેત્રના ગામ રોની હર્જીપુરના લોકો અનુસાર, અહીં આજથી લગભગ 5 વર્ષ પહેલા એક ચોંકાવનારી ઘટના બની ચૂકી છે. ડરના માહોલ વચ્ચે મંગળવારે ગામના એક મુસ્લિમના ઘરેથી એક નાગણ મળી આવી હતી. આ પહેલા કે લોકો કંઇ સમજી શકે, નાગણે ફુંફાડો મારતા ઘરના લોકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. સૌભાગ્યથી તે કોઇને ડંખી ન શકી.
આ દરમિયાન નાગણને મારી નાખવામાં આવી. ઘરના ખૂણામાં રાખેલી અનાજની ટાંકી હટાવવામાં આવી તો તેની નીચે નાગણના 80 ઇંડા મળ્યા. ઇંડા જોઇને આબાદના પરિવારના લોકો ડરી ગયા. ભારતીય ખેડૂત યુનિયનના મંડળ અધ્યક્ષ વિકાસ શર્માએ કહ્યું કે, આબાદનો પરિવાર મંગળવારે નાગણના હુમલાથી જેમ તેમ બચ્યો. તેમણે નાગણના ઇંડા જમીનમાં દાટી દીધા.
ગામના લોકોનું કહેવું છે કે, 5 વર્ષ પહેલા ગામના સલીમના ઘરમાં નાગ નાગણની જોડી નીકળી હતી. સલીમનો પરીવાર ડરી ગયો અને તેમણે નાગને મારી નાખ્યો. નાગણ કોઇ રીતે બચીને તેના દરમાં ચાલી ગઇ. પણ થોડા દિવસ પછી નાગણે દરની બહાર આવીને સલીના 15 વર્ષના છોકરાને ડંખીને નાગની હત્યાનો બદલો લીધો હતો. ગામ રોની હરજૂપુરમાં 5 વર્ષ પહેલા ઘટેલી આ ઘટનાને લઇને આજે પણ ગામના લોકો ડરેલા છે. જ્યારે, રોની હરજૂપુરમાં નાગણને મારી નાખવાના મુદ્દામાં ડેપ્યુટી રેન્જર કુલદીપ સિંહનું કહેવું છે કે તેમને આ વિશે જાણકારી નથી. તેમણે કહ્યું કે, કેસની તપાસ કરાવીને આવશ્યક વૈધાનિક કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp