બીમાર પિતાની સારવાર કરાવવા પુત્ર બન્યો ચોર, લાખોના દાગીનાની કરી ચોરી, પરંતુ..

PC: newstracklive.com

થાણેના ડોમ્બિવલીમાં એક પુત્રએ તેના બીમાર પિતાની સારવાર કરાવવા માટે લાખો રૂપિયાની ચોરી કરી. તેણે એક ઘરમાંથી 5 લાખ 92 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી, જેથી કરીને તેને વેચીને તે તેના પિતાની સારવાર કરાવી શકે. પરંતુ તેનું આ કૃત્ય CCTV કેમેરામાં કેદ થઈ ગયું હતું. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

મહારાષ્ટ્રના થાણેમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જેણે તેના બીમાર પિતાની સારવાર કરાવવા માટે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. મામલો ડોમ્બિવલીના વિષ્ણુ નગરનો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ગયા અઠવાડિયે એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવી હતી કે, તેના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીનાની ચોરી થઈ ગઈ છે.

વ્યક્તિએ ચોરી થયેલા દાગીનાની કિંમત લગભગ 5 લાખ 92 હજાર રૂપિયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તાત્કાલિક કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. જ્યારે પોલીસે ઘરની નજીક લગાવેલા CCTV કેમેરાની તપાસ કરી તો તેમાં ચોર આવતો દેખાયો. ટૂંક સમયમાં જ પોલીસે ચોરને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી હતી.

ચોરી કરનાર વ્યક્તિની ઓળખ મુરબાડના રહેવાસી વૈભવ મુરબડે તરીકે થઈ હતી. પૂછપરછ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું કે તેના પિતા ખૂબ જ બીમાર છે. સારવાર માટે લાખોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેની પાસે એટલા પૈસા નહોતા કે, તે આટલા પૈસા ખર્ચી શકે. આથી તેણે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

હાલ પોલીસે આરોપી પાસેથી ચોરીના દાગીના કબજે કરી લીધા છે. તેની પૂછપરછ કરવાનું ચાલુ છે.

આ પહેલા ઔરંગાબાદથી ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. અહીં ચોરોએ મંદિરમાં ચોરી કરતા પહેલા ભગવાનની પૂજા કરી અને પછી મંદિરમાંથી ચોરી કરી. ચોરીની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જોવામાં આવ્યું છે કે, ચોરી કરતા પહેલા ચોરોએ ભગવાનની પૂજા કરી અને પછી દાનપેટીમાંથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો.

સમગ્ર મામલો ઔરંગાબાદના પાચપીરવાડી ગામનો છે. ચોરીની આ સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે, ચોર પહેલા ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે અને પછી પૂજા કરતી વખતે દેવતાને ફૂલ ચઢાવે છે. પૂજા પૂરી કર્યા પછી, તેઓ દાનપેટી ખોલે છે અને તેમાંથી પૈસાની ચોરી કરે છે. ચોરીની ઘટનાની જાણ થતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp