એક તરફ દીકરો SDM બન્યો તેની ખુશી હતી તો બીજી તરફ પિતાની અર્થી ઉઠી
બિહારમાં એક ચમારે પોતે સખત મહેનત કરીને ભણાવ્યો ગણાવ્યો અને દિકરો SDM પણ બની ગયો. પરંતુ દિકરાની આ સફળતાથી પિતા એટલા બધા ખુશ થઇ ગયા કે તેમને હાર્ટ એટેક આવી ગયો અને સારવાર દરમિયાન તેમનું મોત થયું. પરિવારમાં એક દિવસે ખુશી અને શોકનો માહોલ છવાઇ ગયો હતો.
દિકરો સફળતા મેળવે એવુ દરેક પિતાનું સપનું હોય છે, પરંતુ બિહારમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિકરો SDM બન્યો તેની પરિવારમાં ખુશી હતી, પરંતુ થોડીવારમાં પિતાના અવસાનના સમાચાર સામે આવતા પરિવારના લોકોના ચહેરા પરની ખુશી છિનવાઇ ગઇ હતી. એક જ દિવસે આ પરિવારમાં ખુશી અને ગમનો પ્રસંગ આવી ગયો.
બિહારના એક ઘરમાં, 67માં BPSCની પરીક્ષામાં 349મો રેન્ક મેળવીને પરિવારના પુત્રના SDM બનવાની ખુશી મનાવવામાં આવી રહી હતી, ત્યારે અચાનક એક સમાચારે બધાના ચહેરા પરથી એ ખુશી છિનવાઇ ગઇ હતી.જાણવા મળ્યું હતું કે બિમાર પિતાનું પટનામાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ સમાચાર ભંડારા તપોવન ગામના લલન કુમાર ભારતી સાથે સંબંધિત છે.
જિલ્લાના બરહાટ બ્લોક હેઠળના ભંડારા તપોવન ગામમાં સ્થિત એક ઘરમાં આનંદ અને શોક એક સાથે જોવા મળ્યા હતા. વાસ્તવમાં એક તરફ દીકરો SDM બન્યો અને બીજી તરફ બિમાર પિતાનું અવસાન થયું હતું.
ભંડારા તપોવન ગામના લલન કુમાર ભારતી જ્યારે 67માં BPSC પરીક્ષામાં 349મો રેન્ક મેળવીને SDM બન્યા ત્યારે તેમના પરિવારના સભ્યો ઉજવણી કરી રહ્યા હતા, પરંતુ તે દરમિયાન તેમના બિમાર પિતા જગદીશ દાસનું પટનામાં સારવાર દરમિયાન અવસાન થઇ ગયું હતું.
લલન કુમારના પિતા જગદીશ દાસ નાનો વ્યવસાય કરતા હતા અને હાલમાં તેઓ પંચાયતના વોર્ડ સભ્ય હતા. લલન કુમારની માતા ગૃહિણી છે.
લલન કુમારે તેનું પ્રાથમિક શિક્ષણ ગામમાંથી પુરુ કર્યું હતું.પછી, લલન કુમારે તેમની મેટ્રિક અને મધ્યવર્તી પરીક્ષાઓ નાલંદાની સૈનિક સ્કૂલમાંથી ર્ફ્સ્ટ કલાસ સાથે પાસ કરી. આ પછી તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. લાલનને BPSCમાં બીજા પ્રયાસમાં આ સફળતા મળી છે.
મૃતક જગદીશ દાસ કોલકાતામાં ચંપલ-જોડા બનાવવાનું કામ કરતા હતા. તેમણે સખત મહેનત કરીને તેમના પુત્રને ભણાવ્યો હતો. મોડી સાંજે પરિણામ આવ્યા પછી, તેઓ તેમના પુત્રની સફળતાથી એટલા ખુશ હતા કે આ દરમિયાન તેમની તબિયત અચાનક બગડી હતી. જે બાદ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp