જમાઇ બન્યો જમ, સાસરે પહોંચીને પત્ની, સાળો અને દાદી સાસુની હત્યા કરી નાંખી

PC: indiatv.in

મહારાષ્ટ્રમાં એક ચોંકવનારી ઘટના સામે આવી છે. એક જમાઇ એવો હેવાન બન્યો હતો કે તેણે સાસરામાં જઇને 3 લોકોની હત્યા કરી નાંખી હતી. 6 લોકો પર હુમલો કરીને જમાઇ ફરાર થઇ ગયો હતો. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે.જમાઇ એટલી હદે હેવાન બન્યો હતો કે હાથમાં ખુલ્લો ચાકુ લઇને ઘરમાં ઘુસી ગયો હતો અને 70 વર્ષના દાદી સાસુને પણ પતાવી દીધા હતા. જો કે પોલીસે આરોપીને પકડીને જેલભેગો કરી દીધો છે.

અહમદનગર જિલ્લાના શિરડીમાં બુધવારે રાત્રે એક જ પરિવારના ત્રણ સભ્યોની ઘાતકી હત્યાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. 5-10 મિનિટમાં જ જમાઈએ સાસરિયાંમાં અરેરાટી સર્જી પરિવારના 6 સભ્યો પર હુમલો કરી ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. આ ઘટનાથી શિરડીમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે અને ઘટનાની તપાસ ચાલુ છે.

પોલીસના કહેવા મુજબ હૈયુ હચમચાવનારી આ ઘટની શિરડીની પાસે આવેલા સાવલી વિહિર ગામની છે. સગમનેરનો રહેવાસી સુરેશ વિલાસ નિકમ બુધવારે સાવલી વિહિર ગામમાં પોતાના કાકાના છોકરા સાથે સાસરે પહોંચ્યો હતો. જેવો સાસરાના લોકોએ ઘરનો દરવાજો ખોલ્યો કે તરત સુરેશ જમ બની ગયો હતો અને ધારદાર ચાકુથી એક પછી એક લોકો પર હુમલો કરી દીધો હતો.

પોલીસે કહ્યું હતું કે જમાઇ સુરેશે પોતાની પત્ની વર્ષો, સાળો રોહિત અને દાદી સાસુની ચાકુથી હુમલો કરીને હત્યા કરી નાંખી હતી. આ ઘટનામાં આરોપીના સાસુ, સસરા અને સાળી ગંભીર રીતે ઘાયલ તયા હતા. તેમને સારવાર માટે શિરડીની સાંઇબાબા હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ પારિવારિક વિવાદને કારણે સુરેશ હેવાન બન્યો હતો અને તેણે સાસરિયાના લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તેણે વૃદ્ધ દાદી સાસુને પણ છોડ્યા નહોતા, એટલું તેના મગજ પર ખુન સવાર હતું. મોતને ભેટનારામાં સુરેશની 24 વર્ષની પત્ની વર્ષા ગાયકવાડ, 25 વર્ષનો રોહિત ગાયકવાડ અને 70 વર્ષના હીરાબાઇ ગાયકવાડનો સમાવેશ થાય છે.

જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સુરેશના 55 વર્ષના સસરા ચાંગદેવ ગાયકવાડ, સાસુ સંગીતા ગાયકવાડ અને સાળી યોગિતા જાધવ ઘવાયા છે.

પોલીસે આ ઘટનામાં ફરાર થઇ ગયેલા જમાઇ સુરેશ વિલાસ નિકમ અને તેના કાકાના છોકરા રોશન નિકમને નાસિક જિલ્લામાંથી પકડી લીધા છે. આ સાથે શિરડી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp