26th January selfie contest

આ પુત્ર ન હોય શકે, હેવાન દીકરાએ માતાને ચાકુના 80 ઘા મારીને પતાવી દીધી

PC: news4nation.com

રાજસ્થાનથી હેવાનિયતને પણ શરમાવે તેવી હીચકારી ઘટના સામે આવી છે, જે દીકરાને માતાએ ધાવણ આપીને મોટો કર્યો એ જ દીકરાએ માતાની છાતીમાં ચાકુના 80 ઘા મારીને યમદસન પહોંચાડી દીધી હતી. જ્યારે ડોકટરોએ પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે માતાના શરીરના ઘા જોઇને તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. તેમણે કહ્યું કે આવી બેરહેમી અમે અમારી જિંદગીમાં ક્યારેય જોઇ નથી. આ પુત્રને કેટલું ખુન્નસ હશે કે માતાના 80-80 ઘા માર્યા ત્યાં સુધી અટકયો નહી? આ માતા-પિતાનો એકનો એક દીકરો છે.

રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં પુત્ર દ્વારા માતાની હત્યાના મામલામાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. અહીં એક માતા પોતાના વ્હાલા પુત્રને આમંત્રણ જમવા લઈ જવા માંગતી હતી. પરંતુ તેનાપુત્રને આ ગમ્યું નહીં. આ પછી, કલયુગી પુત્રને  એટલો બઘો ગુસ્સો આવ્યો કે તેણે માતાના શરીર પર છરી વડે 80 ઘા માર્યા. જ્યાં સુધી માતાનો શ્વાસ તૂટી ન જાય ત્યાં સુધી તે હુમલો કરતો રહ્યો.

આ ઘટના ભીલવાડાના ઉપનગર પુરમાં પીપલેશ્વર મહાદેવ મંદિર પાસે બની હતી. અહીં શંકરલાલ બિશ્નોઈના એકમાત્ર પુત્ર સુનિલે તેની માતા મંજુ દેવીની છરી વડે હુમલો કરીને હત્યા કરી હતી. હત્યા સમયે મૃતક મંજુના સાસુ ઘરની બહાર બેઠા હતા અને પિતા શંકરલાલ શાકભાજી ખરીદવા ગયા હતા.

ભીલવાડાના એડિશનલ સુપ્રિન્ટેડન્ટ ઓફ પોલીસ ચંચલ મિશ્રાએ કહ્યું કે પોસ્ટમોર્ટમ સમયે મંજુ દેવીના શરીર પર 80 ઘા જોઈને અમે અને ડૉક્ટરો પણ ચોંકી ગયા હતા. મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવી લાશને સ્વજનોને સોંપવામાં આવી છે. આરોપી સુનીલની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. તેની પાસેથી હત્યામાં વપરાયેલી છરી પણ કબ્જે કરવામાં આવી છે.

પોલીસે કહ્યું હતું કે, સુનીલના તેની માતાના બંને ભાઇઓ એટલે કે બંને મામાઓ સાથે સંબંધ સારા નહોતા. રક્ષાબંધન વખતે તેની માતા પિયર ભાઇઓને રાખડી બાંધવા જવા માંગતી હતી, પરંતુ તે વખતે પણ સુનિલે પોતાની માતાને એક રૂમમાં 10 દિવસ સુધી બંધ કરી દીધી હતી. મામાઓએ તેમના ભાણેજ  સુનિલ સામે પોલીસમાં 3 વખત રિપોર્ટ કર્યા હતા, પરંતુ પોલીસે પારિવારિક વાત હોવાનું કહીને વાતને હળવાશથી લઇ લીધી હતી.

હત્યા કર્યા પછી પુત્ર સુનિલ માતાના શબ પાસે બેસી રહ્યો હતો. જ્યારે પિતા શાકભાજી લઇને પરત આવ્યા તો સુનિલે પિતાને ઘરમાં બંધ કરી દીધા અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહોલ્લાના લોકોએ તેને પકડી લીધો હતો.

સુનિલને તેના મામાઓ પ્રત્યે એટલી નારાજગી હતી કે એક વખત મામાના ઘરે સુતળી બોંબ ફેંકી આવ્યો હતો અને એક વખત ગરમ ગરમ દાળ ફેંકી હતી. તેની મા  મંજૂબેન પુત્રના અત્યાચારથી પરેશાન હતી, કારણકે તે વારંવાર માતાને મારપીટ કરતો હતો. પિતા અને પુત્ર બંને કશું કામ નહોતા કરતા, માત્ર મંજૂબેન જ મજૂરી કરીને  ઘર ચલાવતા હતા. મંજૂબેન 52 વર્ષના હતા અને તેમનો પુત્ર સુનિલ 25 વર્ષનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp