મારા શહિદ પિતાના પુત્રને મીર જાફર કીધો, તમારું સભ્ય પદ રદ કેમ ન થયુ?: પ્રિયંકા

રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય પદ રદ થયા પછી કોંગ્રેસે સરકાર સામે લડત ચાલું કરી છે. રવિવારે  દિલ્હીમાં રાજઘાટ પાસે એક સભાને સંબોધન કરતી વખતે કોંગ્રેસના મહાસચિવ અને રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી વાઢ્રાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કેટલીક ઇમોશનલ વાતો પણ કરી હતી.

પ્રિયંકા ગાંધી વાઢ્રાએ કહ્યું કે, જ્યારે અહીં સ્ટેજ પર બેઠી હતી ત્યારે મારા મનમાં 32 વર્ષ જુની યાદ તાજી થઇ ગઇ હતી. મે 1991માં મારા શહિદ પિતાની સ્મશાન યાત્રા નિકળી હતી. હું મારી માતા અને રાહુલ એક કારમાં હતા. મારા પિતાની અંતિમ યાત્રા થોડી જ આગળ ગઇ હતી અને રાહુલે કહ્યું કે મારે ગાડીમાંથી નીચે ઉતરવું છે. મારી માતાએ ઇન્કાર કર્યો, પરંતુ રાહુલ માન્યો નહી અને અંતિમ યાત્રામાં ચાલતા ચાલતા રાજઘાટ સુધી પહોંચ્યો હતો.

મારા પિતાનું શબ તિરંગામાં લપેટાયેલું હતું. આમ છતા મારા શહિદ પિતાનું સંસદ કરવામાં આવે છે, મારી માતાનું સંસદમાં અપમાન કરવામાં આવે છે. તમારા મંત્રી  એમ પુછે છે કે રાહુલના પિતા કોણ છે? તમારા પ્રધાનમંત્રી જાતે સંસદમાં કહે છે કે ગાંધી પરિવાર નહેરુ ઉપનામનો ઉપયોગ કેમ નથી કરતું?  તમારા મંત્રીએ મારા ભાઇ રાહુલ ગાંધીને દેશદ્રોહી કહ્યો, મીર જાફર સાથે સરખામણી કરી.પ્રિયંકાએ કહ્યું કે, મારે એ પુછવું છે કે તમારા પર કોઇ કેસ કેમ નથી થતો? તમારું સભ્ય પદ કેમ રદ કરવામાં નથી આવતું?

પ્રિયંકાએ કહ્યું કે આ દેશના લોકતંત્રને મારા પરિવારના લોકોએ લોહીથી સિંચન કર્યું છે. જે લોકો એમ વિચારે છે કે અમને અપમાનિત કરીને, ડરાવીને, ધમકાવશે, અમારી પાછળ સરકારની તમામ એજન્સીઓ પાસે દરોડા પડાવશે તો અમે ડરી જઇશું તો એ લોકો ખોટું વિચારી રહ્યા છે. અમને જેટલા ધમકાવશો એટલા અમે વધારે મજબુત થઇને બહાર આવીશું. લોકતંત્ર માટે અમે કઇ પણ કરવા માટે તૈયાર છીએ.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાના વિરોધમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ આજે, રવિવારે મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સામે એક દિવસીય સત્યાગ્રહ કર્યો હતો. પાર્ટી અનુસાર, આ 'સંકલ્પ સત્યાગ્રહ' રાહુલ ગાંધી સાથે એકતામાં તમામ રાજ્યો અને જિલ્લાઓમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સામે કરવામાં આવ્યો હતો. જો કે પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે 5 વાગ્યા સુધી ચાલશે પરંતુ તે માત્ર 3.30 વાગ્યે જ સમાપ્ત થઇ ગયો હતો.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ એજન્ડા બદલ્યો છે, હવે દેશમાં લોકશાહી બચાવવાનો એજન્ડા ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીએ સ્પીકર પાસે બોલવાની તક માંગી હતી, પરંતુ તેમને તક આપવામાં આવી ન હતી અને ગૃહમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, દેશની જનતા આ ષડયંત્રથી નારાજ

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.