સામાજિક બંધન તોડીને પુત્રએ પોતાની વિધવા માતાના કરાવ્યા બીજા લગ્ન

મહારાષ્ટ્રનું કોલ્હાપુર ઘણા સમાજ સુધારકોનું જન્મસ્થળ છે. અહીં એક 23 વર્ષના યુવકે તેની 45 વર્ષની વિધવા માતાના બીજા લગ્ન કરાવ્યા છે. આ યુવકની ઓળખ યુવરાજ શેલે તરીકે થઈ છે. યુવરાજનું કહેવું છે કે, તેની માતાની એકલતા તોડવા માટે આ નિર્ણય લેવો ખૂબ જ જરૂરી હતો. લગભગ પાંચ વર્ષ પહેલા યુવરાજે તેના પિતાને એક અકસ્માતમાં ગુમાવ્યા હતા, આ સમયે યુવરાજ 18 વર્ષનો હતો. પિતાના ગયા પછી તેની માતા રત્ના સાવ એકલી પડી ગઈ હતી, આ એકલતાએ તેની માતાને હચમચાવી દીધી હતી.

યુવરાજે કહ્યું, 'હું માત્ર 18 વર્ષનો હતો ત્યારે મારા પિતાને ગુમાવવા એ મારા માટે એક મોટો આંચકો હતો, પરંતુ તેમના મૃત્યુથી મારી માતાને ઘણી અસર થઈ હતી. તેમને એકલતાનો સામનો કરવો પડ્યો હતો અને સામાજિક રીતે અલગ થઇ ગયાનો અનુભવ કરતી હતી.' જ્યારે શેલીએ તેના પરિવાર માટે કમાવવાનું શરૂ કર્યું, ત્યારે તેને સમજાયું કે, તેની માતાને સાથીદારની જરૂર છે. કારણ કે તેની માતા ઘરની બહાર પણ પડોશીઓ સાથે વધુ વાત કરતી ન હતી અને ઘરમાં એકલી રહેતી હતી.

તેણે કહ્યું, 'મારા માતા-પિતાના લગ્નને 25 વર્ષ થયા હતા. તેથી જો કોઈ પુરુષની પત્ની મૃત્યુ પામે છે, તો સમાજને લાગે છે કે પુરુષ ફરીથી લગ્ન કરે તે સ્વાભાવિક છે. પરંતુ મને આશ્ચર્ય થાય છે કે, આવું સ્ત્રીઓ વિશે કેમ વિચારી ન શકાય. ત્યાર પછી મેં મારી માતાને બીજીવાર લગ્ન કરવા માટે મનાવવાનું શરુ કર્યું.' તેણે એમ પણ કહ્યું કે, 'કોલ્હાપુર એક નાનું શહેર છે જ્યાં લોકોમાં પરંપરાગત મૂલ્યો ખૂબ જ મહત્વપૂર્ણ છે. એના કારણે પડોશીઓ અને સંબંધીઓને સમજાવવું ખૂબ મુશ્કેલ હતું.'

પરંતુ કેટલાક મિત્રો અને સંબંધીઓની મદદથી યુવરાજ શેલે તેની માતા માટે વર શોધવાનું શરૂ કર્યું. યુવરાજે કહ્યું, 'થોડા સમય પછી અમને મારુતિ ઘનવત વિશે ખબર પડી, પછી અમને કેટલાક મિત્રો અને સંબંધીઓ પાસેથી તેના વિશે ખબર પડી. તે પછી અમે લગ્ન વિશે વાત કરી અને શરૂઆતમાં જ લગ્ન કરવા માટે સંમત થઇ ગયા. આ હજુ પણ મારા માટે એક ખાસ દિવસ છે. કારણ કે હું મારી માતાને માટે યોગ્ય જીવનસાથી શોધી શક્યો છું.'

મારુતિ ઘનવતે કહ્યું, 'હું થોડા વર્ષોથી સિંગલ લાઈફ જીવી રહ્યો હતો. રત્ના સાથે મુલાકાત અને વાત કર્યા પછી મને લાગ્યું કે, હું આ પરિવાર સાથે રહી શકું છું અને તેઓ સાચા લોકો છે. રત્ના માટે પુનર્લગ્ન એક મુશ્કેલ નિર્ણય હતો, કારણ કે તે તેના મૃત પતિને ભૂલી જવા તૈયાર નહોતી. રત્નાએ કહ્યું, 'મેં શરૂઆતમાં ખૂબ વિરોધ કર્યો, હું મારા પતિને ભૂલવા તૈયાર નહોતી. પરંતુ આ મુદ્દા વિશે વાત કર્યા પછી મને ખાતરી થઈ ગઈ. મેં મારી જાતને એ પણ પૂછ્યું કે, શું સાચે જ હું મારું બાકીનું જીવન એકલા વિતાવવા માંગુ છું.' અહીં તમને જણાવી દઈએ કે, રત્ના અને મારુતિના લગ્ન લગભગ બે અઠવાડિયા પહેલા થઇ ગયા હતા.

ગયા વર્ષે કોલ્હાપુરનું હેરવાડ ગામ પણ ચર્ચામાં આવ્યું હતું. હકીકતમાં, વિધવા સંબંધી પ્રથાઓને દૂર કરવા માટે ત્યાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યાં જે મહિલાઓએ તેમના પતિ ગુમાવ્યા હતા તેઓને કોઈપણ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બહિષ્કૃત કરવામાં આવતી હતી. આના પગલે, મહારાષ્ટ્ર સરકારે એક સત્તાવાર આદેશ બહાર પાડીને તમામ સંસ્થાઓને તેમના અધિકારક્ષેત્રમાં આવી પ્રથાઓનું પાલન ન થાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.